રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી, રાજ્યમાં અહીં પડી શકે ભારે વરસાદ.

Published on: 11:48 am, Wed, 5 May 21

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લીધે વરસાદ થશે. જેમાં પૂર્વ ગુજરાત ના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાત ના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

તા 7 મે થી 14 મી મે વચ્ચે કચ્છના ભાગોમાં તેમજ રાજસ્થાનના ભાગોમાં ધુલકટ થશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

7 મે થી 14 મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધુલક્ટ થવાની શક્યતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમજ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોર પકડશે.

જેમાં ઓરિસ્સા ના ભાગો અને મધ્ય મહારાષ્ટ્ર ના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવા વાદળો આવશે.

ઉલ્લેખનીય છે કે હજુ સત્તાવાર ચોમાસાને વાર છે તે પૂર્વે જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ખેડૂતોને વધુ નુકસાન ભોગવવું પડે તેવી શક્યતા છે. ઉનાળામાં ગરમી પડે તે પૂર્વે જ વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.

ગરમી અને ઠંડકનું પ્રમાણ રહેશે. ડબલ સિઝનના કારણે હાલના વાયરસના વાતાવરણમાં વધુ લોકો ઋતુજન્ય બીમારીમાં પટકાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી, રાજ્યમાં અહીં પડી શકે ભારે વરસાદ."

Leave a comment

Your email address will not be published.


*