ઘરની બહાર રમી રહેલા 8 વર્ષના માસુમ બાળકને બસે કચડી નાખ્યું, માસુમ બાળકનું મૃત્યુ…પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

હાલમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. મિત્રો દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓવર સ્પીડે જતી બસ એ બે બાળકો અને એક મહિલાને અડફેટમાં લીધા હતા. ત્યારબાદ બસ ચાલકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને બસ એક ખાલી પ્લોટની અંદર ઘુસાવી દીધી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 8-8 વર્ષના બે બાળકો અને કોલોનીની એક મહિલાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે એક બાળકને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બનતા જ મૃતક બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની આપ બાદ સ્થાનિક લોકોએ બસ ડ્રાઇવરને પકડીને તેની ધુલાઈ કરી નાખી હતી અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે બસ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, સાંગાનેરના રઘુનાથપુરી-2 માં બાળકો ઘરની બહાર રમતા હતા. આ દરમિયાન અચાનક એક મીની બસ ઓવર સ્પીડમાં ત્યાં આવી હતી. મીની બસ એ ઘરની બહાર રમી રહેલા બે બાળકો અને એક મહિલાને કચડી નાખી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તમામ લોકોએ ભેગા મળીને બસ ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને કેટલાક લોકોએ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 8 વર્ષીય અક્ષિત નામના માસુમ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અક્ષિત પરિવારનો એકનો એક દીકરો હતો.

દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. અક્ષીત ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તેના પિતા જયપુરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*