ટ્રેનમાં માતાની પાસે સુઈ રહેલી 3 વર્ષની માસુમ બાળકીને, એક યુવકે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી – સમગ્ર ઘટના જાણીને તમને પણ ખૂબ જ ગુસ્સો આવશે…

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો આ ઘટના સાંભળીને તમને પણ ખૂબ જ ગુસ્સો આવી જશે. આ ઘટનામાં એક વ્યક્તિએ ત્રણ વર્ષની માસુમ બાળકીને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. બાળકીને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો. મળતી માહિતી અનુસાર આ ઘટના 28 સપ્ટેમ્બર ના રોજ બની હતી. આ ઘટના ચિત્રકૂટમાં બની હતી.

મિઝાપુર જિલ્લાના સિમરા કાલા ગામની રહેવાસી સરસ્વતી પોતાની ત્રણ વર્ષની સાથે મુંબઈ રહેતા પતિ પાસે જઈ રહી હતી. મુંબઈ જવા માટે તેને સાંજે 4:00 વાગ્યાની આસપાસ એક સુપરફાસ્ટ ટ્રેન પકડી હતી. ત્યારે ટ્રેનમાં અજય નામનો એક યુવક તેને મળ્યો હતો. તે યુવક પણ મુંબઈ જઈ રહ્યો હતો. બંને એક જ ગામના હતા. જેથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી.

ધીમે ધીમે બંનેની વાતચીત મિત્રતામાં ફેરવાઈ ગઈ. આટલામાં ટ્રેનમાં તેમની પાસે ટીટી આવી પહોંચે છે. તેમની પાસે મુંબઈ સુધીની ટિકિટ ન હતી. તેથી તેમને માણેકપુર ઉતરવું પડ્યું હતું. માણેકપુર તેમની સાથે અજય પણ નીચે ઉતરીયો હતો. ત્યારબાદ સરસ્વતી અને અજય સતના જાવા વાળી DMO પેસેન્જર ટ્રેન પકડી હતી. સરસ્વતીએ જણાવ્યું કે ટ્રેનમાં ચડીને હું સુઈ ગઈ હતી.

અડધો કલાક પછી મારી જ્યારે આંખ ખૂલી ત્યારે મારી ત્રણ વર્ષની દીકરી ગાયબ હતી. તેથી મેં મારી દીકરીની શોધખોળ શરૂ કરી પરંતુ મારી દીકરીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ હું અને અજય રસ્તામાં એક સ્ટેશન પર નીચે ઉતર્યા અને ત્યાં પોલીસ સ્ટેશનમાં દીકરીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાં પોલીસે કહ્યું કે સતના પોલીસ સ્ટેશન પર રિપોર્ટ નોંધાવો પડશે. સરસ્વતીએ કહ્યું કે સાંજે 08:00 વાગ્યાની આસપાસ હું સતના પહોંચી અને ત્યાં દીકરીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે અજય મારી સાથે ન હતો. મને ખબર ન પડે તેમ મને કાંઈ પણ કહ્યા વગર તે અચાનક ગાયક થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે માસુમ બાળકીની શોધ કોણે શરૂ કરી દીધી હતી. પોલીસે શંકા ના આધારે અજયને મિરઝાપુરથી કસ્ટડીમાં લીધો હતો. મુંબઈમાં કલ્યાણમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

કસ્ટડીમાં જ્યારે તેની કડક ઉચ્ચ પર જ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે, તેને સરસ્વતી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે સરસ્વતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પરંતુ તેને વિચાર્યું કે સરસ્વતીને ત્રણ વર્ષની દીકરી છે. તેથી તેનો પરિવાર લગ્ન માટે સહમત નહીં થાય. જેથી માસુમ બાળકીને રસ્તા પરથી હટાવવા માટે તેને ચાલતી ટ્રેનમાંથી બાળકીને નીચે ફેંકી દીધી હતી.

પોલીસે મંગળવારના રોજ આ સમગ્ર ઘટનાને લઈને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીનું મૃતદેહ પોલીસને મળી ગયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. ઘટનાના 14 દિવસ બાદ આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*