દેશમાં મોંઘવારીની મહામારી : પેટ્રોલ-ડીઝલ બાદ હવે આ વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ, સામાન્ય જનતાનું…

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ઘણા ઘણા લોકોએ પોતાનો ધંધો અને રોજગારી ગુમાવી બેઠા છે. કોરોના ના કારણે મોટાભાગના લોકોના ધંધા ભાંગી પડ્યા છે તેવામાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થતો જાય છે.

અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ પણ આપવાની સપાટીએ પહોંચી રહ્યા છે. દેશમાં કોરોનાની મહામારી નથી લાગતી પરંતુ મોંઘવારીની મહામારી હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલ બાદ શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં શાકભાજીના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે ટ્રાન્સપોર્ટ મોંઘું થયું છે.

તેની સીધી અસર શાકભાજીના ભાવ અને જીવન જરૂરિયાતની વસ્તુ પર પડી છે. શાકભાજીના ભાવમાં સતત વધારાના કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઇ ગયું છે.

શાકભાજીના અલગ-અલગ શાક ની વાત કરીએ તો પ્રતિ 1 કિલો રીંગણા નો ભાવ 40 રૂપિયા, પ્રતિ 1 કિલો ટમેટાનો ભાવ 50 રૂપિયા, પ્રતિ 1 કિલો કોબીજ નો ભાવ 40 રૂપિયા, પ્રતિ 1 કિલો દુધી નો ભાવ 20 રૂપિયા, પ્રતિ 1 કિલો લીંબુ નો ભાવ 40 રૂપિયા.

પ્રતિ 1 કિલો ભીંડા નો ભાવ 40 રૂપિયા, પ્રતિ 1 કિલો ચોળીનો ભાવ 80 રૂપિયા, પ્રતિ 1 કિલો કારેલા નો ભાવ 40 રૂપિયા, પ્રતિ 1 કિલો મરચા નો ભાવ 50 રૂપિયા, પ્રતિ 1 કિલો કોથમીર નો ભાવ 100 રૂપિયા કાંદાના રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*