મોદી સરકારનો મોટો નિર્ણય, આ સમાજ માટે મેડિકલ અનામતની કરી જાહેરાત, જાણો શું મળશે લાભ.

100

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને એક મહત્વની જાણકારી આપી છે. મનસુખ માંડવિયાએ દ્વારા જાણકારી આપી કે કેન્દ્ર સરકાર મેડિકલ સેન્ટરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે ઓલ ઇન્ડિયા કોટા હેળ અંડર ગ્રેજ્યુએટ, મેડિકલ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડેન્ટલ શિક્ષણમાં OBC સમાજના વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત આર્થિક પછાત વર્ગો માટે 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હાલના શિક્ષણ સત્ર 2021-22 થી પી.જી.મેડિકલ અને યુ.જી. મેડિકલ, આ ઉપરાંત ડેન્ટલ અભ્યાસક્રમમાં (MD, MS, BDS, MBBS, MDS, ડિપ્લો) માટે લાગુ રહેશે.

મળતી માહિતી મુજબ આ નિર્ણયથી મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણ માં પ્રવેશ માટે OBC અને આર્થિક રીતે પછાત વર્ગના 5500 વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ ઉપરાંત દેશના આર્થિક રીતે નબળા વર્ગો અને પછાત વર્ગો માટે સરકાર કટીબુદ્ધિ છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી.

અને આ બેઠકમાં મંત્રાલયમાં આદેશો આપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં આર્થિક અને નબળા વર્ગોના લોકોને અનામત આપવાની વાત કરી હતી.

આ ઉપરાંત આર્થિક રીતે નબળા અને કમજોર લોકોને અનામત આપવાની મોદી સરકારની પ્રબળ ઈચ્છા છે. આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે પણ એક મોટો મુદ્દો છે. તેના કારણે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ OBC મુદ્દા પર વધારે ધ્યાન આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!