મિત્રો છેલ્લા થોડાક દિવસોથી વિદેશમાં રહેતા ભારતીય લોકોની જીવ લેવાની ઘટનાઓના કિસ્સા ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેનેડામાં રહેતી 21 વર્ષીય ભારતીય યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
5 ડિસેમ્બરના રોજ 21 વર્ષીય કેનેડિયન શીખ યુવતી પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેના કારણે દીકરીનું કરુણ મોત થયું હતું. આ ઘટના કેનેડાના ઓન્ટેરિયામાં બની હતી. આ સમગ્ર ઘટનાને લઈને કેનેડિયન પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલી છોકરીનું નામ પવનપ્રીત કૌર હતો અને તે બ્રેમ્પટનની રહેવાસી હતી.
પવનપ્રીત મિસીસોગા શહેરમાં પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે ગઈ હતી. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ પવનપ્રીત પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પવનપ્રીતના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને માતાએ દીકરીનો ફોટો હાથમાં રાખીને હૈયાફાટ રૂદન કર્યું હતું.
છેલ્લા 15 દિવસમાં આવી બીજી ઘટના બની છે. 25 નવેમ્બરના રોજ કોલંબિયામાં એક 18 વર્ષની છોકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક છોકરાએ સ્કૂલના પાર્કિંગમાં ધારદાર વસ્તુ વડે એક છોકરીનો જીવ લઈ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો.
પવનપ્રીતના કેસને લઈને જ્યારે પોલીસે લોકોની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે, આરોપી યુવક કાળા કપડા પહેરીને આવ્યો હતો. આરોપી છોકરો છે કે છોકરી તેની કોઈપણ માહિતી સામે આવી નથી. કારણકે આરોપી યુવતીનો જીવ લઈને ઘટના સ્થળેથી ખૂબ જ ઝડપથી ભાગી ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ તેને માત્ર ભાગતા જોયો હતો.
સમગ્ર ઘટનાને લઈને આરોપીની શોધખોળ કરવાની શરૂ કરી દીધી છે. આ ઘટના બની ત્યારે ત્યાં કેટલાક લોકો હાજર હતા. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે, ગોળીનો અવાજ સાંભળીને અમે જોયું તો એક યુવતી જમીન પર પડી હતી. અન્ય લોકો સાથે યુવતી ની પાસે પહોંચી અને તેની બચાવવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી. પરંતુ તે પહેલા યુવતીનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment