આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની થોડાક દિવસની મુલાકાત માટે અમદાવાદ પહોંચી ગયા છે. મનોજ સિસોદિયા આજરોજ સવારે 8:00 વાગે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીના હ્ન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ
મહામંત્રી મનોજ સોરઠીયા સહિત સેકડો કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. સૌથી પહેલા તે ગાંધી આશ્રમ જવાના હતા અને ત્યાં ગાંધીજીના દર્શન કરીને હવે પરિવર્તન જોઈએ ની યાત્રા શરૂ કરશે.તેઓ હિંમતનગર જવા રવાના થવાના હતા ને ત્યાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ જન સંવાદ કરવાના હતા. તેઓએ
વડીયા ની સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું ગુજરાત આવ્યો છું અને છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતની જનતાને જે પ્રકારનો પ્રેમ અને સન્માન અરવિંદ કેજરીવાલને આપ્યું છે તે આમ આદમી પાર્ટીને રાજનીતિને આપ્યું છે તેનાથી ઘણી આશા વધી છે કે ગુજરાતમાં પણ સારી શાળા નું કામ થઈ શકે છે અને હોસ્પિટલ નું પણ સારું કામ થઈ શકે છે
અને મોંઘવારી સામે લડી શકાય છે અને રોજગારીનું કામ થઈ શકે છે.27 વર્ષથી ભાજપ એ માત્રા ની જુમલા જ આપ્યા છે અને કશું આપ્યું નથી અને લોકો રાહ જોઈને બેઠા છે કે તેમના માટે સારી સરકારી શાળા બને અને સરકારી હોસ્પિટલ બને અને તેમની વીજળી ઘણી બધી મોંઘી થઈ ગઈ છે તેના ભાવ માટે રોજગાર મળે એટલા માટે હું આજથી
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જઈને યાત્રા કરીશ અને ગાંધીનગરમાં થઈ રહેલા આંદોલન અંગે મીડિયા અને સંબોધના મનીષ સિસોદિયાએ કહ્યું કે અત્યારે શિડયુલ પ્રમાણે કાર્યક્રમ નક્કી છે બીજા કોઈ સમય હું સમય કાઢીને લોકોને મળતો રહીશ અને દરેક જગ્યાના વિવિધ મુદ્દાઓ છે તો હું જુદી જુદી જગ્યાએ જઈને લોકોને મળતો રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment