સુરતમાં માલધારી સમાજે 300 લીટર દૂધથી તાપી નદીમાં અભિષેક કર્યો અને ગરીબોને મફતમાં દૂધ આપ્યું…જુઓ વિડિયો

Published on: 4:39 pm, Wed, 21 September 22

મિત્રો તમને બધાને ખબર હશે કે પશુ નિયંત્રણ કાયદાનો વિરોધ કરવા માટે માલધારી સમાજ દ્વારા આજરોજ સમગ્ર ગુજરાતમાં દૂધ વિતરણ બંધ કરીને વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં માલધારી સમાજ દ્વારા મંદિરોમાં, વૃદ્ધાશ્રમમાં અથવા તો ગરીબ લોકોને મફતમાં દૂધ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત માલધારી સમાજ દ્વારા 300 લીટર દૂધથી તાપી નદીમાં અભિષેક કરવામાં આવ્યો છે. માલધારી સમાજે તાપી નદીમાં દૂધથી અભિષેક કરીને એક અનોખો વિરોધ બતાવ્યો હતો. મિત્રો માલધારીઓએ 300 લીટર દૂધથી તાપી નદીનો અભિષેક કરીને વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં માલધારી યુવકો નાવડી ઓવરે એકઠા થયા હતા.

અહીં તેમને તાપી નદીમાં દૂધ ઢોળીને અનોખો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત સુરતના ડભોલી-જહાંગીરપુરા બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે પશુ નિયંત્રણના કાયદા સાથે જે પ્રકારે રખડતા ઢોરને લઈને સરકારી નીતિ બનાવી હતી તેને લઈને માલધારી સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

ત્યારે આ કાયદાના વિરુદ્ધના ભાગરૂપે માલધારી સમાજ આજરોજ ગુજરાત ભરમાં દૂધ વિતરણ બંધ કરવાનું એલાન કર્યું હતું. ઘણી જગ્યાએ દૂધમાંથી ઘી બનાવવામાં આવ્યું અને તે ઘીના લાડવા બનાવવામાં આવ્યા અને આ લાડવા ગાયો અને રખડતા કૂતરાઓને ખવડાવીને પુણ્યનું કામ કરવામાં આવ્યું છે.

ખાસ કરીને સુરત માલધારી સમાજ દ્વારા વૃદ્ધાશ્રમમાં મફતમાં દૂધ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિકલાંગ શાળાઓમાં પણ સેવાના કાર્યમાં મફતમાં દૂધ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સુરતના ભટાર વિસ્તારમાં 400 લીટર દૂધનો દૂધપાક બનાવીને લોકોને ખવડાવવામાં આવ્યો છે.

વધેલા દૂધને કામરેજથી લઈ સુરત વચ્ચેની 17 કિલોમીટર લાંબી તાપી નદીના અલગ અલગ જગ્યા પરથી અભિષેક કરવામાં આવ્યો છે. સુરત સિવાય અન્ય શહેરોમાં માલધારી સમાજ દ્વારા ગરીબ લોકોને મફત દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ તો દૂધમાંથી અલગ અલગ આઈટમ બનાવીને ગરીબ લોકોને ખવડાવવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં માલધારી સમાજે 300 લીટર દૂધથી તાપી નદીમાં અભિષેક કર્યો અને ગરીબોને મફતમાં દૂધ આપ્યું…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*