મહેસાણા જિલ્લાના વીરપુરમાં એક ટ્રકચાલકે એક્ટિવા ચાલકને લીધા અડફેટેમાં, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં અકસ્માતના કારણે રસ્તો બોલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વીરપુરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વીરપુરમાં સરદાર પટેલના બાવલા પાસે એક્ટિવા ચાલક પરથી ટ્રક પસાર થઈ ગયો હતો.

આ ઘટનામાં એક્ટિવા ચાલકના શરીરના બે ભાગ થઈ ગયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પુંધરા ગામે રહેતા સવાઈલાલ રતનલાલ ચાંડક મૂળ મહેશ્વરી સમાજના મહારાજ બાબાજીના ઉપનામથી ઓળખાતા સવાઈલાલ કોઈ કામ અર્થે પોતાની એકટીવા લઈને બપોરના સમયે હાઇવે પર નીકળ્યા હતા. આ દરમિયાન મામલતદાર કચેરી પાસે આવેલા સરદાર પટેલના બાવલા પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમની એક્ટિવાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં સવાઈલાલ ટ્રકની નીચે આવી ગયા હતા. આ કારણોસર સવાઈલાલના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા સવાઈલાલ પોતાની પત્ની અને દીકરા સાથે રહેતા હતા.

મળતી માહિતી અનુસાર સવાઈલાલ ભાડે રહેવા માટે મકાન જોવા ગયા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. સવાઈલાલના મૃત્યુના કારણે બે દીકરાઓ અને બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*