હાલમાં ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ સારા એવા વરસાદી મહલ જામ્યો છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડવાના કારણે પુર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજાનો કહેર વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.
ત્યારે નર્મદા અને વલસાડ જિલ્લામાં કાર અને બાઈક તણાવવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં એક કારમાં સવાર ચાર લોકો પાણીમાં તણાઈ ગયા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકોની ચીસો પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર પાણીમાં કાર સાથે તણાઈ રહેલા ચાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.
જ્યારે હજુ પણ ત્રણ લોકો લાપતા છે. વલસાડના ધરમપુરના બોલી ગામ ખાતે કોતરમાં કાર તણાઈ હતી. હાલમાં લાપતા થયેલા ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર જ્યારે કાર તણાય ત્યારે કારની અંદર જીગ્નેશભાઈ શંકરભાઈ પટેલ, ધર્મેશભાઈ ગોવિંદભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, જયંતીભાઈ રાજુપુરી સવાર હતા.
આ ઘટનામાં જીગ્નેશભાઈ શંકરભાઈ પટેલનો બચાવ થયો છે. જ્યારે ધર્મેશભાઈ, મોહનભાઈ અને જયંતીભાઈ લાપતા છે. હાલમાં તેમની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ નર્મદા માં પણ એક કાર તણાયાના સમાચાર સામે આવ્યા છે. અહીં પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી.
આ ઘટનામાં કારમાં લાપતા બનેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિઓ સર્જાય છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ પાણીમાં તણાઈ જવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે. ખાસ કરીને વલસાડ શહેરમાં ખૂબ જ કપરી પરિસ્થિતી બની ગઈ છે.
ધોધમાર વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત નર્મદાના રાજપીપળા સ્ટેશન પર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. અહીં ભારે વરસાદમાં એક બાઈક તણાઈ હતી. બાઈક તણાઈ રહી છે તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment