આજે આપણે વાત કરીશું ડેસર તાલુકાના છેવાડાના સભ્ય ગ્રામ પંચાયત કે જ્યાંના ભાડિયાપુરા ગામના ગ્રામજનોની વર્ષો જૂની વેદનાઓનો પણ હજુ સુધી અંત આવ્યો જ નથી, ત્યારે વાત જાણે એમ છે કે આ ભાણીયાપુરા ગામ થી અંદાજે બે કિલોમીટર જેટલું દૂર આવેલું એ સ્મશાન કે જેના માટે અવરજવર કરવું ભારે પડ્યું હાલ તો ચોમાસુ બેસ્યું છે. અને એ વરસતા વરસાદમાં કોતરમાંથી ઉબડખાબડ માર્ગે નનામી લઈને લોકોને ઘૂંટણ સમા ભરાયેલા પાણીમાંથી પસાર થવું.
આપણે જાણીએ છીએ કે ચૂંટણીઓ આવે છે અને જાય છે. પાંચ વર્ષ ક્યારે પૂરા થઈ જાય તેની વાર લાગતી નથી. એવામાં ઘણા એવા નાના નાના ગામડાઓના ગ્રામજનોની સમસ્યાઓ તો ઉભી જ હોય છે ત્યારે વહીવટી તંત્ર પૂરતું ધ્યાન ન દેતા ક્યારેક તો ગ્રામજનો નિવેદનાનો પણ અંત આવતો ન હોય.
એવામાં જ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ભાણીયા પુરામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું ત્યારે આ વરસતા વરસાદમાં ઘૂંટણ સમા પાણીમાંથી એ વૃદ્ધની અંતિમયાત્રા કાઢવા માટે એ લોકો મજબૂર બન્યા હતા. ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં ગામમાં જ્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આખા ગામના ક્ષત્રિય સમાજના લોકો પર મુસીબત આવી પડે છે.
લોકોને નનામી લઈને બે કિલોમીટર ઉબડખાબડ અને ઘૂંટણ સમા ભરાયેલા પાણી વચ્ચે એ નનામી લઈને ચાલવું ખૂબ ભારે પડી જતું હોય છે. છતાં પણ તેઓ મુશ્કેલીઓનો સામનો કરીને સ્મશાને પહોંચતા હોય છે. એવામાં જ ભાડિયાપુરા ગામમાં ગઈકાલે જ એક વૃદ્ધનું મૃત્યુ થતાની સાથે એ વૃદ્ધની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે એ વૃદ્ધની નનામી લઈને ડાઘુ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરીને વરસતા વરસાદમાં નનામી લઈને નીકળ્યા હતા.
એવામાં જ ગ્રામજનોની માંગ છે કે સ્મશાનનો માર્ગ જેમ બને તેમ વહેલી તકે બનાવવામાં આવે તો લોકોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને જ્યારે પણ ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે તેમાં સ્મશાન થવાના રસ્તે ઘુટણ સમા પાણી વચ્ચેથી જવા માટે લોકો મજબૂર બને છે. જણાવતા કહીશ કે ડેસર ના ભાડિયા પુરાના કેરવતસિંહ રાઠોડ એ કહ્યું હતું કે સ્મશાને જવા માટેનો વર્ષોથી જ માર્ગ બનાવવામાં આવ્યો નથી.
વડોદરામાં આ પરિવાર પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા બન્યું મજબૂર, ઘૂંટણ સુધીના પાણીમાં બે કિલોમીટર સુધી ચાલીને અંતિમયાત્રા કાઢી – વિડીયો જોઈ ભાવુક થઈ જશે… pic.twitter.com/M9XNrnAaZh
— GUJJU ROCKZ (@gujju_rockz) July 21, 2022
ચોમાસા દરમિયાન તો ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે, ત્યારે લોકો જ્યારે ચોમાસામાં વરસતા વરસાદ વચ્ચે એક ઘૂંટણ સમા પાણી વચ્ચેથી નનામી લઈને સ્મશાને જવા માટે મજબૂર બની જાય છે ત્યારે ગ્રામજનોની વર્ષો જૂની એકની એક જ માંગ છે કે સ્મશાને જવા માટેના રોડ રસ્તા સરખા કરવામાં આવે આ વર્ષો જૂની સમસ્યાનો અંત લાવે તેવી ગ્રામજનોની રજૂઆત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment