દેવરે ભાભીની બહેનનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો, જાણો શા માટે દેવરે આ પગલું ભર્યું – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 6:15 pm, Thu, 21 July 22

આજકાલ દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે તેની પ્રેમિકાનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર યુવક યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો, પરંતુ યુવતીના પરિવારજનોને આ સંબંધ મંજૂર ન હતો. ત્યારબાદ યુવકે આ પગલું ભર્યું હતું. મૃત્યુ પામેલી યુવતી આરોપીના ભાઈની સાળી છે.

ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી યુવક ઘરમાં આવતો અને જાવ તો જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર હાલમાં આરોપી ફરાર છે. આ ઘટના બુધવારના રોજ સવારે ગવાલિયરમાં બની હતી. મળતી માહિતી અનુસાર 22 વર્ષે કિરણ નામની યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. કિરણની મોટી બહેન સાસરિયામાં તેમની નજીકમાં જ રહે છે.

મળતી માહિતી અનુસાર કિરણની બહેનના દેવર મુકુલને કિરણ ગમવા લાગી હતી. મુકુલ કિરણ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. મુકુલે તેની ભાભીને ઘણી વખત કિરણ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ કિરણના પરિવારના લોકો તૈયાર ન હતા. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ કિરણ નું પરિવાર ડ્યુટી પર ગયું હતું.

જ્યારે બપોરે પરિવારના સભ્યો ઘરે પાછા આવ્યા ત્યારે ઘરની અંદરથી કિરણનું મૃતદે મળી આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ કિરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસે ઘરની નજીક લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં મુકુલ કિરણના ઘરે આવતો અને જતો જોવા મળ્યો હતો. મુકુલ જ્યારે કિરણના ઘરે જાય ત્યારે તેના ગળામાં સાફો હતો. 15 મિનિટ બાદ જ્યારે તે કિરણના ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે તેના ગળામાં સાફો ન હતો.

પોલીસે શંકાના આધારે મુકુલની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મુકુલે પોતાનો ગુનો કબુલ કર્યો હતો. પૂછપરછ માં મુકુલે કહ્યું કે, કિરણ અને તે એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા, મુકુલ કિરણ સાથે લગ્ન કરવા માગતો હતો. જેને લઈને બુધવારના રોજ મુકુલ કિરણના ઘરે લગ્નની વાત કરવા ગયો હતો. આ દરમિયાન મુકુલને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી ગુસ્સામાં આવીને મુકુલે કિરણનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દેવરે ભાભીની બહેનનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો, જાણો શા માટે દેવરે આ પગલું ભર્યું – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*