વડોદરા શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં મોડી રાત્રે માથાકૂટ ચાલી રહી હતી. ત્યારે મધ્યસ્થી બનેલા યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાને લઇને મૃત્યુ પામેલા યુવકની બહેને કહ્યું હતું કે, જ્યાં સુધી મારા ભાઈના આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે મારા ભાઇનો મૃતદેહ સ્વીકારશું નહીં. આ સમગ્ર ઘટનાને લઇને બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતો આદેશ શર્મા અને તેનો ભાઈ અમર મોડી રાત્રે પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન જે.પી.નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે કેટલાક યુવાનો માથાકૂટ કરી રહ્યા હતા. ત્યારે આદર્શ અને અમન આ માથાકૂટમાં વચ્ચે પડ્યા હતા. ત્યારબાદ બંને ભાઈ પેટ્રોલ પુરાવા નીકળી ગયા હતા. પેટ્રોલ પુરાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે પણ માથાકૂટ ચાલતી હતી.
ત્યારે આદર્શ શર્મા અને તેનો ભાઈ અમન ફરીથી મધ્યસ્થી બન્યા હતા. ત્યારે માથાકૂટ કરી રહેલા ચાર થી પાંચ આરોપીઓએ બંને ભાઈની ધુલાઈ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં આદર્શની બહેન તથા અન્ય પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે ઘટનાસ્થળે આદર્શ ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.
ત્યારબાદ આદર્શ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે આદર્શને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર ચારથી પાંચ આરોપીઓએ ધારદાર વસ્તુ વડે આદર્શ પર પ્રહાર કર્યા હતા.
આ કારણોસર આદર્શનું મૃત્યુ નીપજયું હતું. મૃત્યુ પામેલા આદર્શની બહેનનું કહેવું છે કે, જ્યાં સુધી આદર્શ શર્માને ન્યાય નહીં મળે અને એના આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી તેના મૃતદેહને અમે સ્વીકારીશું નહીં. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment