ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને આવી ઘટનાના તમે ઘણા હચમચાવી દેનારા વિડીયો જોયા હશે. ત્યારે વડોદરા શહેરમાં બનેલી તેવી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં વડોદરાના ભાણેજ વિસ્તારમાં રખડતી ગાયોએ એક વૃદ્ધ માજીને ખુંદી નાખ્યા હતા. આ કારણોસર માજીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યાં હાજર એક વ્યક્તિ આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. સ્થાનિક લોકોએ મહિલા અને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેઓ મહિલાને બચાવી શક્યા નહીં.
આ ઘટના બનતા જ સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે સ્થાનિક લોકોએ માજીને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા આ ઉપરાંત ગાયને દૂર કરવા માટે સ્થાનિક લોકોએ પથ્થરો પણ ફેંક્યા હતા. રખડતી ગાયોએ જ્યાં સુધી વૃદ્ધ માજીનો જીવ ન ચાલ્યો ગયો ત્યાં સુધી વાંચીને ખુંદીયા થયા હતા.
માજીનું મોત થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટના અંદાજે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના નજરે જોનાર મહિલાએ જણાવ્યું કે, વૃદ્ધ મહિલા બચાવો બચાવોને બૂમ પાડી રહી હતી. ત્યારે હું અને મારા પતિ બધા બહાર આવી ગયા હતા. બહાર આવીને અમે જોયું ત્યારે ગાયોએ માજીને પગેથી ખુદી નાખ્યા હતા.
વડોદરામાં રખડતી ગાયોએ પગથી વૃદ્ધ માજીને ખુંદી નાખ્યા, માજીના શરીરના લોચે-લોચા નીકળી જતા ઘટનાસ્થળે કરુણ મોત… જો તમારામાં હિમ્મત હોય તો જ વીડિયો જોજો… pic.twitter.com/N9irChpedf
— GUJJU ROCKZ (@gujju_rockz) March 3, 2023
આ દ્રશ્યો જોઈને હું હેબતાઈ ગઈ હતી. આ પહેલા પણ તમે આવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. સતત દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે. છતાં પણ તંત્ર દ્વારા રખડતા ઢોરને લઈને કોઈ પણ પ્રકારના કડક પગલાં ભરવામાં આવતા નથી. વાયરલ થયેલો વીડિયો જોઈને તમારું મન વિચલિત થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment