વડોદરા શહેરમાં જીવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા શહેરમાં મીરા સોલંકીને કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના મીરા સોલંકી કેસને નર્મદા પોલીસે ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપી સંદીપે ચુંદડી વડે મીરા સોલંકીનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.
એટલું જ નહિ પરંતુ મીરાનો જીવ લેનાર આરોપી સંદીપે પોલીસથી બચવા માટે પોતાનો વેશ બદલી નાખ્યો હતો. પોલીસથી બચવા માટે આરોપી સંદીપે માથાના વાળ કાઢી નાખ્યા હતા. પરંતુ છતાં પણ તે પોલીસની ઝપેટમાં આવી ગયો. મળતી માહિતી અનુસાર પોલીસને સંદીપ મકવાણા વડોદરામાં છે તેવી ખબર મળી હતી.
ત્યારબાદ પોલીસે સંદીપને પકડી પાડયો હતો અને પૂછપરછ દરમિયાન આરોપી સંદીપ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ આરોપી સંદીપ અને મીરા સોલંકી વચ્ચે 4 વર્ષથી પસંબંધ હતા. સંદીપ મીરા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. તેથી સંદીપ મકવાણાએ મીરા સોલંકી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.
ત્યારે મીરાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેથી સંદીપ ખૂબ જ ગુસ્સામાં ભરાયો હતો અને ગુસ્સામાં તેને મીરાની ચુંદડી લઇને મીરાનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. પોલીસે ચુંદડી પણ જપ્ત કરી લીધી છે. મીરા સોલંકીનો મોબાઈલ હજુ સુધી મળ્યો નથી.
સંદીપ અને મીરા વચ્ચે કેવા સંબંધો હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મીરા એ પોતાની પિતરાઇ બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે, હું સંદિપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઈશ.
આ મેસેજને લઈને પોલીસને સંદીપ પર મીરાનો જીવ લેવાની શંકા ગઈ હતી. મળતી માહિતી અનુસાર નર્મદા અને તિલકવાડા પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને તેના પગલે સંદીપ મકવાણાને શંકાના આધારે 22 એપ્રિલના રોજ ઝડપી પાડયો હતો. અને કડક પૂછપરછ દરમિયાન સંદીપે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment