વડોદરામાં 2019માં ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્યનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ વસીમ નામના યુવકે આવેશમાં આવીને દોઢ કલાકમાં ત્રણ વખત પ્રાચી મૌર્યનું ગળું દબાવીને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. છતાં પણ પ્રાચી મૌર્ય બચી ગઇ હતી.
ત્યારે આરોપી વસીને ચોથી વખત દુપટ્ટાથી પ્રાચી મૌર્ય દુપટ્ટા વડે ગળે ફાંસો આપીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના 2019માં 24 એપ્રિલના રોજ બની હતી. મળતી માહિતી મુજબ ખંભાતમાં ઓએનજીસીના ઉપક્રમે ડ્રામા પ્લે કરવામાં આવ્યો હતો. ડ્રામા ભાગ લેનારી પ્રાચી બપોરે તેના ઘરેથી એક વાગ્યાની આસપાસ બે મોબાઇલ ફોન અને એક્ટીવા લઈને ચીકુવાડી અલકાપુરીમાં આવેલા એપ્લોઝ સ્ટુડિયોમાં ગઈ હતી.
ત્યાંથી 17 જેટલા ડ્રામા આર્ટિસ્ટ ટેમ્પો ટ્રાવેલિંગમાં ખંભાત ગયા હતા. કાર્યક્રમ પતાવીને તેઓ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ખંભાતથી નીકળી ગયા હતા. પરત આવ્યા ત્યારે વસીમનો ફોન ડ્રામા ગ્રુપના આર્ટિસ્ટ વત્સલ પર આવ્યો હતો. વસીમએ વત્સલને તમે કેટલા વાગે વડોદરા પહોંચ્યો તે વિશે પૂછ્યું હતું. ત્યારે વત્સલે જણાવ્યું હતું કે રાત્રે દોઢ વાગે પહોંચશે.
ત્યારબાદ વસીમ રાત્રે એક વાગે જેતલપુર રોડ પર પ્રાચીની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે તે પોતાના બેન્કના એટીએમમાંથી 600 રૂપિયા ઉપાડે છે. દોઢ વાગ્યાની આસપાસ ડ્રામા ગ્રુપ ચીકુવાડી પહોંચ્યું હતું. ગ્રુપમાં પાંચ છોકરીઓ હતી જેમાંથી બે છોકરીઓ ને તેના માતા-પિતા લેવા આવ્યા હતા.
અંકિત પોતાની બાઇક લઇને પ્રાચીને મુકવા ગયો હતો. ત્યારે વસીને બાઇક લઇને પ્રાચીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રિલાયન્સ મોલ ની ગલીમાં પ્રાચી અને અંકિત ની બાઈક ની આગળ વધીને પોતાની બાઈક ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ અંકિત પ્રાચીને ત્યાં ઉતારીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વસીને પ્રાચીનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ પ્રાચીન મૃતદેહ ફેંકીને ત્યાંથી ભાગી ગયો હતો.
આ ઘટનાની જાણ થતા પ્રાચીના માતા અને બહેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. આ ઘટનાને લઇને અત્યાર સુધી કેસ ચાલી રહ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા આરોપી વસીમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment