અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના બન્યા બાદ બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છતાં પણ ઘણા એવા લોકો છે તેઓ હજુ પણ સમજવા તૈયાર જ નથી. જેના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનીએ છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં બેફામ રીતે કાર ચલાવી રહેલા વ્યક્તિએ એક ટુ-વ્હીલર પર જતી મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ઘટનાના 48 કલાક થઈ ગયા છતાં પણ માંજલપુર પોલીસે ફરિયાદ નોંધ નથી.
ત્યારબાદ મહિલાના પતિએ અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટના પોલીસને યાદ દેવડાવી હતી. પછી પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધ હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સહાય ચોકડી વિસ્તારમાં રહેતા ફિઝિયોથેરાપિસ્ટ મહિલા ડોક્ટર ઉમાબેન ચૌહાણ 23 જુલાઇના રોજ પોતાના ક્લિનિક પરથી ઘરે જવા માટે નીકળ્યા હતા.
ત્યારે રસ્તામાં એક ઝડપી કાર્ય તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઉમાબેન હવામાં ફંગોળાઈને રોડ ઉપર ભટકાયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
View this post on Instagram
આસપાસના લોકો ઇજાગ્રસ્ત થયેલા ઉમાબેનને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલી મહિલાના પતિ માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને તેમની પત્ની સાથે થયેલા અકસ્માતની ઘટના અંગે ફરિયાદ નોંધવા માટે પોલીસને કહ્યું હતું. ત્રણથી ચાર ધક્કા ખવડાવ્યા છતાં પણ પોલીસે તેમની ફરિયાદ નોંધ ન હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનામાં ઉમાબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને માથામાં 8 ટાંકા આવ્યા છે. આ ઘટના સામે આવતા જ પોલીસની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે પોલીસ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરે છે કે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment