વડોદરામાં અજય ભરવાડ નામના પશુપાલકે ફાર્મહાઉસ પર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, પરિવારે કહ્યું કે અજય સુસાઇડ નથી કર્યું પણ… સમગ્ર ભરવાડ સમાજમાં માતમ છવાયો…

વડોદરામાં(Vadodara) બનેલી જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેરના છેવાડે આવેલ અંકોડિયા ગામમાં રહેતા પશુપાલકે પોતાના ઘરની પાસે આવેલા ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા પશુપાલક યુવકના પરિવારજનોનું કેવું છે કે, આ સુસાઇડ(Suicide) નહીં પણ જીવ લઈને મૃતદેહને પંખા પર લટકાવી દેવામાં આવ્યું છે.

વિગતવાર વાત કરીએ તો અંકોડિયા ગામમાં રહેતા 22 વર્ષીય પશુપાલક અજય ભરવાડ તેના ઘરની બાજુમાં આવેલા દ્વારકેશ ફાર્મ હાઉસમાં પશુઓને રાખતા હતા. અજય ભરવાડ સવારથી સાંજ સુધી ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો અને પછી તે ઘરે આવી જતો હતો. ઘટનાના દિવસે અજયના પિતા બજારમાં જઈને ઘરે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે મોટી સાંજ થઈ ગઈ છતાં પણ અજય ઘરે પરત ફર્યો નથી.

આખી રાત વહી ગઈ છતાં પણ અજય ઘરે પરત આવ્યો નહીં તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ અજાયનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. અજયનો પતો ન લાગતા પરિવારના લોકો ઘરની બાજુમાં આવેલા દ્વારકેશ ફાર્મ હાઉસમાં બાંધેલા પશુઓને ચારો આપી દૂધ કાઢવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન પરિવારની નજર દ્વારકેશ ફાર્મમાં બાંધેલ શેડ પર પડતા શેરના પંખા પર દોરડા વડે અજય ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો જોઈને પરિવારના લોકોને પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અજયના મૃતદેહને કબજે લઈને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ સમગ્ર ઘટનાને મૃત્યુ પામેલા અજયના પરિવારના સભ્ય કલ્પેશભાઈ ભરવાડી આક્ષેપ કર્યો હતો કે, અમને અજયને દોરડાથી લટકતો જોઈ જે અમને શંકાસ્પદ લાગે છે.

અજય તેના હાથે સુસાઇડ કર્યું નથી. પરંતુ અજય સાથે રાત્રિના સમયે કંઈક અજુગતું બન્યું છે. અજય નો જીવ લઈને તેને અહીં લટકાવી દેવામાં આવ્યો છે એવું પરિવારના લોકોને લાગી રહ્યું છે. હાલમાં બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા સમગ્ર ભરવાડ સમાજમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*