વડોદરામાં ડમ્પર અને કાર વચ્ચે ટક્કર થતા, સ્કુટી સવાર એક યુવતીનું કરુણ મોત… આખી ઘટના સાંભળીને ચોકી ઉઠશો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરામાં પોલીટેકનિક કોલેજ પાસેના શાસ્ત્રી બ્રિજ પર એક અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એક ડમ્પરને ઓવરટેક કરવા જતી કાર ડિવાઇડર સાથે અથડાઈને ડમ્પરની અડફેટમાં આવી ગઈ હતી.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે અવાજ સાંભળીને સ્કુટી સવાર યુવતીઓ ખૂબ જ ડરી ગઈ હતી અને તેમની સ્કુટી ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં સ્કુટી સવાર બંને યુવતીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં એક યુવતીનું મોત થઈ ગયું હતું.

અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ડમ્પર શાસ્ત્રી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે એક કાર ચાલક આગળ જતા ડમ્પરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી અને ત્યારબાદ કાર ડમ્પરની અડફેટેમાં આવી હતી આ કારણોસર ડમ્પર નું ટાયર ફાટી ગયું હતું.

ટાયર ફાટતા જ એક ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને સ્કુટી પર સવાર બે યુવતીઓ ડરી જતા તેમને સ્કુટી ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને તેમની સ્કુટી ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં હેતા અને ખુશ્બુ કોઠારી નામની બંને યુવતીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

આસપાસના લોકો બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હેતા જોશીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ કરતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હેતાના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*