ગુજરાતમાં દિવસેને દિવસે મહિલાઓ ઉપર થતો અત્યાચાર વધી રહ્યો છે. નરાધમો ન કરવાની હરકતો મહિલાઓ સાથે કરી રહ્યા છે. ત્યારે વડોદરાના પાદરામાં 65 વર્ષના વૃદ્ધે 32 વર્ષની માનસિક દિવ્યાંગ મહિલા અને પોતાનો હવસનો શિકાર બનાવ્યો છે. મળતી માહિતી અનુસાર છૂટાછેડા થયા બાદ 32 વર્ષે માનસિક દિવ્યાંગ મહિલા પિયરમાં રહેતી હતી. અહીં ગામમાં રહેતા 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ મહિલાને પોતાનો હવસનો શિકાર બનાવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને પાદરા પોલીસે વૃદ્ધ વ્યક્તિની ધડ પકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતો 65 વર્ષે મથુર ડબકવાળાએ છૂટાછેડા થયા બાદ પિયરમાં પરિવાર સાથે રહેતી માનસિક દિવ્યાંગ મહિલાનો એકલતામાં લાભ ઉઠાવીને પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો.
જ્યારે માનસિક દિવ્યાંગ મહિલાએ મથુરનો વિરોધ કર્યો ત્યારે મથુરે મહિલાની ધુલાઈ કરી હતી. મહિલાની એટલે ધુલાઈ કરી કે આ ઘટનામાં માનસિક દિવ્યાંગ મહિલાના નાકના ભાગે ફીચર થઈ ગયું હતું. ઈજાગ્રસ્ત મહિલાની સારવાર હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ હવસખોર મથુરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પ્રાથમિક તપાસમાં અને ફરિયાદ મુજબ જાણવા મળી રહ્યું છે કે, 65 વર્ષે મથુરે માનસિક રીતે દિવ્યાંગ મહિલાની મને ફાવે તેનો ધુલાઈ કરી હતી અને બે વખત પોતાનો હવસનો શિકાર બનાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment