ઉપલેટામાં એક ભાઈએ પોતાની સગી બહેન અને બનેવીનો જીવ લઈ લીધો હતો, પિતા અને પુત્રનો ઈરાદો હતો કે, જ્યાં સુધી બંનેનો…

ઉપલેટા તાલુકામાં થોડા દિવસ પહેલા સુનીલ નામના ભાઈએ પોતાની 18 વર્ષીય સગી બહેન રીના અને તેના 22 વર્ષીય પતિ અનિલનો જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ભાઈ જાહેરમાં પોતાની સગી બહેન અને બનેવીનો જીવ લઇ લીધો હતો અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આરોપી ભાઈની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર રીના અને અનિલે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા.

આ વાત અહીં નાના ભાઈ સુનિલ અને તેના પિતા સોમજીભાઈને ગમી નહોતી. મળતી માહિતી અનુસાર 19 એપ્રિલ ના રોજ રીનાને દાઢમાં દુખાવો ઉપડયો હતો. તેથી અનિલ રીનાને દવાખાને લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન રીનાનો ભાઈ સુનિલ ત્યાં આવી પહોંચ્યો હતો.

અને જાહેરમાં જ પોતાની સગી બહેન રીના અને તેના પતિ અનિલનો જીવ લઈ લીધો. આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા અનિલના પિતાએ આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર રીના અને અનિલે પ્રેમલગ્ન કર્યા ત્યારબાદ અનિલના પિતાએના રીનાના પિતાને કહ્યું હતું કે, તમારી દીકરી અને મારો દીકરો એકબીજાને ખૂબ જ પસંદ કરે છે. જેના કારણે બન્નેએ લગ્ન કરી લીધા છે. હવે તમે જીદ મૂકી દો બંનેને શાંતિથી જીવવા દો.

અનિલના પિતાની આ વાત સાંભળીને રીનાના પિતા અને તેનો ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાઈને કહેવા લાગ્યા હતા કે, બાપ-દીકરો જ્યાં સુધી પોતાની દીકરી રીના અને તમારા દીકરા અનિલ અને ગોતીને તેનો જીવ નહીં લઈએ ત્યાં સુધી અમને નીરાંત નહીં થાય. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આરોપી સુનિલ ની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*