આપણે એ સુવિચાર વિશે જાણીએ છીએ કે “જળ છે તો જીવન છે જળ વિના જીવન શક્ય નથી” ત્યારે આજે આપણે પાણીની સમસ્યાઓ વિશે વાત કરીશ. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને સાથે-સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે અનેક જગ્યાએ પાણી ઓ ખૂટી ગયા છે અથવા તો સુકાઈ ગયા છે. ત્યારે ગુજરાત રાજ્યનું ચેરાપુંજી મનાતા કપરાડા તાલુકામાં અત્યારથી જ પાણીની સમસ્યાઓ દેખાઈ આવી છે. ત્યારે આ ગામના લોકોને જંગલો અને પહાડોમાં રઝડપાટ કરવો પડે છે.
અને આ ગામની મહિલાઓ એક બેડુ પીવાના પાણી માટે જીવને જોખમે પણ પહાડી વિસ્તારોમાં જઈને પાણી એકત્ર કરે છે. ત્યારે આપણે આવી સમસ્યાઓને લઈને કહીએ તો આ ગામની પાણીની સ્થિતિ ખૂબ જ નબળી છે. જો કે કૂવાના પાણી પણ તળિયે બેસી ગયા છે. ત્યારે લોકોના જીવ ઊંચા થયા છે અને જોખમમાં મુકાયા છે. ત્યારે ગામના લોકોને રોવાનો વારો આવ્યો છે મહત્વની વાત તો એ છે કે જે ગામમાં સૌથી વધુ વરસાદ પડે છે. તે ગામમાં પાણી ને લઈને આમ થી આમ ફાફા મારવા પડે છે. તો એ વાત નોંધનીય હશે. તેથી ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા છે.
આ એક ગામમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યાઓ સર્જાતી દેખાઈ આવે છે, ત્યારે વાત કરીએ તો પીવાના પાણીની પળોજણ થી ચેરાપુંજી મનાતો કપરાડા તાલુકો પણ બાકાત રહ્યો નથી. વાત કરતા જણાવીશ તો આ ગામમાં ચોમાસા દરમિયાન 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે. ત્યારે આટલો બધો વરસાદ પડવા છતાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે. આ વાત આશ્ચર્યચકિત થઈ જાય એવી છે. એટલું જ નહીં પરંતુ મહિલાઓને પોતાના જીવના જોખમે એક બેડુ પાણી ભરવા માટે જંગલી ગાડ વિસ્તારમાં જવું પડે છે.
ત્યારે હૃદયસ્પર્શી આવે તેવી દ્રશ્યો સામે આવે છે. આ ગામની મહિલાઓ પહાડી વિસ્તારોમાં જઈને એકમાત્ર સ્ત્રોત એવો હેન્ડપંપ અને એક કૂવો છે. કે જ્યાં તેના પર આખા ગામની મહિલાઓ નિર્ભર રહે છે. અત્યારે કહી શકાય કે ખૂબ જ ઓછી માત્રામાં પાણી પણ મળી રહેશે. આ ગામની મહિલાઓ જીવના જોખમે કૂવામાં નીચે ઉતરીને કૂવામાં રહેલું પાણી બહાર લાવે છે. અને એકબીજાને મદદરૂપ થઈને એક કે એક બેડું પાણી મેળવે છે.
અને આવી સમસ્યાઓ સર્જાતી જોઈને આપણા ગુજરાતના સેવાભાવી એવા નામાંકિત “ખજૂર ભાઈ”તરીકે જાણીતા નીતિનભાઈ જાનીએ પણ આ ગામની મુલાકાત લીધી છે.ઘણીવાર એવું પણ બન્યું છે આ ગામમાં કે ગામના બાળકોને પાણીના અભાવને કારણે નાહ્યા વગર જ સ્કૂલે જવું પડે છે. ત્યારે સ્થાનિક જસુભાઈ રાજી રામભાઈ ધનગરા જણાવતા કહ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો એના કેટલાય વર્ષો વીતી ગયા છતાં અમારા ગામની પરિસ્થિતિ તેની તે જ રહી અને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
ત્યારે અમારે એવી જ લાગણી છે કે જલ્દીથી જલ્દી ટેન્કર વાળી અથવા આવડે પાણીની સુવિધા કરવામાં આવે તો સારું કહેવાય. ત્યારે બીજા સ્થાનિક મહિલા એવા રમીલાબેન ધરા એ પણ કહેતાં કહ્યું કે અમારે જીવના જોખમે એક બેડ ભરવા માટે કૂવામાં નીચે ઊતરવું પડે છે. અને આવી એક વાર નહીં પરંતુ વારંવાર એક એક જણને બેડો ભરવા માટે બેથી ત્રણ કલાકનો સમય લાગે છે. જો કે કૂવામાં ઉતરવું કોઈ નાની વાત નથી. કૂવામાં ઉતરતા ડર લાગતો હોવા છતાં પાણી માટે નીચે અંદર ઉતરે છે.
એટલું જ નહીં પરંતુ આ ગામમાં એક વાર પણ છે. પરંતુ ત્યાં પાણી ઓછું છે તો આવી સમસ્યાઓ ક્યાં સુધી આ ગામમાં રહેશે એ જાણવું જરૂરી છે. ગુલાબભાઈ ધનગરાએ ગામની સમસ્યા વિશે વાત કરતાં કહ્યું કે અમારી ગ્રામ પંચાયત હાલ તો સુરાય લાગે છે. પરંતુ મૂળ ગામ છે અહીં પાણીની સમસ્યા ઘણા વર્ષોથી ચાલે છે. ત્યારે વાત કરીએ તો પશુ ને તો ઢોર બકરાને પણ બે ત્રણ કિલોમીટર ચલાવી ને બહાર ગામ પાણી પીવા માટે ફેરવવામાં આવે છે.
ગુજરાતના આ ગામમાં મહિલાઓને પાણી માટે પોતાનો જીવ જોખમમાં નાખીને કૂવામાં ઉતરવું પડે છે – જુઓ વિડિયો pic.twitter.com/MdyipDJ13o
— GUJJU ROCKZ (@gujju_rockz) April 16, 2022
આ ગામની મહત્વની વાત એ છે કે અહીં ફક્ત ચોમાસામાં જ ખેતી કરવામાં આવે છે ઉનાળામાં તો કોઈ થતું નથી કારણ કે પાણીની સમસ્યા જ એવી સર્જાઈ છે તો ત્યારે આ ગામમાં પાણીની સુવિધાને લઈને જલ્દીથી જલ્દી નિર્ણય લેવાય અને સમસ્યાઓ દૂર થાય તેવી ગામના લોકો માંગ કરી રહ્યા છે. તો ક્યારે આપણી સરકાર જાગશે અને આવા પાણીની સમસ્યાઓને લઈને સર્જાતા વિવાદો અને ઉકેલ લાવશે એવી અમારી પણ માંગ છે..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment