ગઈકાલે મહાશિવરાત્રીના મહાપર્વને લઈને શહેરના તમામ મંદિરોમાં વહેલી સવારથી મહાદેવના ભક્તોની ભીડ જામી હતી અને દરેક તહેવારોનું દરેક મંદિરોનું ખાસ કરીને ધાર્મિક અને પૌરાણિક મહત્વ હોય છે ત્યારે શિવરાત્રીના તહેવારને લઈને શહેરના અનેક શિવ મંદિરોનું આકર્ષક લાઈટો સાથે વિશાળ શણગાર કરવામાં આવ્યો હતો.
શિવરાત્રીના પર્વ પર સુરતમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ત્યારે પાવન પર્વને લઈને સમગ્ર સુરતમાં દેવોના દેવ મહાદેવની આ ખાસ કહેવાની ભાવભર ઉજવણી કરવામાં આવી હતી. લોકો મહાદેવના પૂજા અર્ચના કરવા માટે બબ્બે વખત મંદિરે જતા હતા.
ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં તુલજા ભવાની મંદિરમાં શિવલિંગ પર નાગદાદા જોવા મળ્યા હતા જેની જાણ થતા અન્ય લોકો મોટી સંખ્યામાં દાદા ના દર્શન કરવા માટે એકઠા થઈ ગયા હતા અને આ સિવાય મંદિરના ટ્રસ્ટીઓને જાણ થતા
તેઓએ નાગદાદાને દૂધ પીવડાવી સેવા કરી હતી તેમજ અહીંયા સ્વયં નાગદાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી તેમજ મંદિરના આકર્ષક શણગાર જોઈને લોકો ભક્તિમય બની ગયા હતા.મિત્રો જોકે મહાશિવરાત્રીનો પાવન તહેવાર અને તેમાં પણ ભોળાનાથનું ગળાનો હાર
એટલે કે નાગદાદા અને તે શિવલિંગમાં સ્વયમ પ્રગટ થતાં આ એક દાદા નો ચમત્કાર કહેવાય અને ત્યારબાદ પ્રશાસન દ્વારા નાગદાદાને સુરક્ષિત જગ્યા પર મૂકવામાં આવ્યા હતા અને હર હર મહાદેવના નારા સાથે ભક્તોએ ભગવાન શિવ ના દર્શન કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment