હાલમાં સમગ્ર ગુજરાતમાં લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્ન દરમિયાન ઘણા અવારનવાર અને ગજબ કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં તો લગ્નની અનોખી કંકોત્રી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો એવા અનોખા લગ્ન કરતા હોય છે કે લોકો તે લગ્ન પ્રસંગને ક્યારેય ભૂલતા ન હોય. ત્યારે આજે આપણે એક એવા લગ્નની વાત કરવાના છીએ જે લગ્નની જાન જોઈને તમે પણ ચોકી ઉઠશો.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ભાવનગર શહેર નજીક આવેલા કમળેજ ગામના એક ખેડૂત કોન્ટ્રાક્ટર પોતાના આંગણે આવેલા લગ્નનો લાખેણો પ્રસંગ અનોખી રીતે ઉજવ્યો છે. આ પરિવારે દીકરાની જાણ ખૂબ જ અનોખી રીતે કાઢી છે. પરિવારે દીકરાની જાન બળદગાડા, કાર કે અન્ય વાહનમાં નહીં પરંતુ હેલિકોપ્ટરમાં જોડી હતી.
લગ્ન સ્થળે હેલિકોપ્ટર લેન્ડ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં આવેલા વરરાજાને જોવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે બળદગાડા, ઘોડા ગાડી આડી વાહનોમાં સામાન્ય રીતે લોકો જાન જોડતા હોય છે. પરંતુ અમુક લોકો પોતાના લગ્નની યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરતા હોય છે.
ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના કમળેજ ગામે રહેતા અને વ્યવસાયે ખેડૂત કામ રેલવેના કોન્ટ્રાક્ટ ધરાવતા અરવિંદભાઈ સામંતભાઈ સાંગાના દીકરાના કરનના લગ્નનો રૂડો અવસર હોય છે. દીકરાના લગ્ન યાદગાર બને તે માટે અરવિંદભાઈ પોતાના દીકરા કરણની જાન હેલિકોપ્ટરમાં જોડવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ અરવિંદભાઈ અમદાવાદની એક હવાઈ કંપની પાસે હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું.
માં એરવેઝ ટ્રાવેલ્સ સંચાલકના મેનેજર કમળેજ અને રાજપરા આવી હેલિકોપ્ટર ઉતરી શકશે કે નહીં તે અંગે જાણકારી મેળવી બંને સ્થળે ફાયર વિભાગની ટીમ તથા એમ્બ્યુલન્સની ટીમ ઔપચારિકતા જાણ કરી હતી. અને ખુલ્લા ખેતરમાં હેલિકોપ્ટર લેન્ડ કરવા માટે હેલીપેડ બનાવવામાં આવ્યું હતું.બપોરના સમયે વરરાજા હેલિકોપ્ટર લઇને લગ્ન સ્થળે પહોંચ્યો હતો. હેલિકોપ્ટરમાં આવેલા વરરાજાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
માંડવા પક્ષ એટલે કે કન્યા પક્ષના પરિવારે વરરાજા કરણ તથા કન્યા નમ્રતા અને અનવર સહિતના લોકો રાજપરા થી હેલિકોપ્ટરમાં ઉડીને કમળેજ પહોંચ્યા હતા. હાલમાં આ લગ્નની ચર્ચાઓ ચાલે બાજુ ચાલી રહે છે અને ઘણા લોકો તો આ અનોખા લગ્ન જોઈને ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આવા ખર્ચા ન કરવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment