અમેરિકામાં રહેતા પટેલ યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકનું ઘટના સ્થળે મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 12:26 pm, Thu, 1 December 22

વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓની જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમેરિકામાં રહેતા પટેલ યુવકનું બે આરોપીઓ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.

મૂળ કડીના પટેલ યુવકનો અમેરિકામાં જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવક પોતાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં વસવાટ કરતો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે અમેરિકામાં આવેલા પોતાના નેસવિલના ટેનીસિ સ્ટોરમાં હતો. ત્યારે અચાનક જ બે યુવકો સ્ટોરમાં ગુસ્સે છે અને પટેલ યુવક પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લે છે.

આ ઘટનામાં પટેલ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ વિશાલભાઈ પ્રવીણભાઈ પટેલ હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી.

તેઓ મૂળ કડી તાલુકાના ઊંટવા ગામના રહેવાસી હતા. વિશાલભાઈ પોતાના આખા પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકાની અંદર વસવાટ કરે છે. 28 તારીખ એટલે કે સોમવારના રોજ વિશાલભાઈ સાંજના સમયે પોતાના સ્ટોર ઉપર હાજર હતા. ત્યારે બે અજાણ્યા યુવકો સ્ટોર પર ઘુસી આવે છે.

અને બંનેને જોઈને વિશાલભાઈ કાંઈ બોલે તે પહેલા તો બંને વિશાલભાઈ પર ગોળી ચલાવે છે. આ ઘટનામાં વિશાલભાઈના છાતીના ભાગે અને માથાના ભાગે ગોળી વાગી હતી. આ કારણસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ વિશાલ ભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મિત્રો અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓને સાવધાન રહેવા માટે મૃત્યુ પામેલા વિશાલભાઈના સંબંધીઓએ સલાહ આપી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયઓનો જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં આવી રીતે ઘણા ગુજરાતી યુવકો આવી ઘટનાનો ભોગ બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો