આપણા ભારત દેશમાં આમ તો ઘણા બધા ભોળાનાથ શિવજીના પૌરાણિક જૂના મંદિરો આવેલા છે. પરંતુ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરના ફૂલછાબ ચોક પાસે આવેલા સદર બજારમાં શિવજીનું અનોખું મંદિર આવેલું છે. આ મંદિર સામાન્ય મંદિર નથી કારણ કે શિવજીનું મંદિર બે બીલીપત્રના વૃક્ષો વચ્ચે આવેલું છે.
આ મંદિર શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર તરીકે ભક્તોમાં જાણીતું છે.મંદિરના ઇતિહાસ વિશે જણાવતા મંદિરના પૂજારી જઈએ કહ્યું કે રાજાશાહીના સમયમાં સદર બજારમાં જ્યાં મંદિર આવેલું છે ત્યાં પહેલા ઉતારો હતો અને આ મંદિર અંદાજે 80 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.
બે બીલીના વૃક્ષ વચ્ચે કોઈએ પથ્થર સ્વરૂપે શિવલિંગની સ્થાપના કરી હતી અને દિવસે ને દિવસે ભોળાનાથ ના દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યા વધતા મંદિરનો વિકાસ પણ વધ્યો છે.આ મંદિરનો જીણોદ્ધાર લગભગ 35 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે અને આ મંદિરમાં નવ શિવલિંગની
સ્થાપના કરવામાં આવી છે અને રાજકોટનું પહેલું આ શિવજીનું મંદિર હશે જ્યાં બે બીલીના વૃક્ષ વચ્ચે શિવજી બિરાજમાન છે અને આ મંદિરના પ્રાગણમાં રાધાકૃષ્ણજી અને હનુમાનજી પણ બિરાજમાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment