ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા બોટાદ માર્કેટિંગ યાર્ડ મા ગયા વર્ષમાં એક લાખ મણ કપાસની આવક થઇ હતી.જ્યારે આ વખતે પણ બોટાદ જિલ્લામાં કપાસ નું સારું વાવેતર થયું હોય ત્યારે બોટાદના પાળીયાદ રોડ પર આવેલ કોટન માર્કેટિંગ યાર્ડમાં આજે રોજ 20 થી 25 હજાર મણ કપાસની આવક ની શુભ શરૂઆત થઇ ચૂકી છે. તારા કપાસના મણ ના ભાવ ₹1021 તેમજ નબળી ગુણવત્તાવાળા કપાસનો ભાવ ₹700 રહ્યા હતા. મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાં આપ માર્કેટ યાર્ડમાં કપાસના પાકને બમણી આવક ચાલુ થઈ ગઈ છે.
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની સારી એવી આવક ની શરૂઆત થઇ ચૂકી છે.અહી કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ તેમજ હેન્ડ સેન્ટાઈઝર જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.સરકારના ધારાધોરણ મુજબ સંપૂર્ણપણે કાળજીપૂર્વક કપાસની ખરીદી કરવામાં આવી રહી છે અને હરાજીમાં પણ સારા એવા ભાવ બોલવામાં આવી રહ્યા છે.
ખેડૂતોને કોઈપણ જાતનું મુશ્કેલી ન પડે તેનું પણ જવાબદાર અધિકારીઓ દ્વારા સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવી રહી છે. આ બાબતે બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જોરુભાઈ ધાધલ એ જણાવ્યું કે,સરકારના ધારાધોરણ મુજબ અહીં નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.
આ ખેડૂતો મુશ્કેલી ન પડે તેના માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment