ગુજરાતના રાજકોટ શહેરમાં કોરોના ના આંતક ના કારણે દરરોજના અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.જેના કારણે મૃતકના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઈ જવામાં આવે તો ત્યાં પણ લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય છે. કોરોનાના કહેરના કારણે સ્મશાનમાં પણ મોટી લાઈન લાગે છે. હાલ તો અંતિમવિધિ કરવા માટે ચોવીસ કલાક પણ ઓછા પડી રહ્યા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે.
સ્મશાન ગૃહમાં લાંબા વેઇટિંગ ની વાત કરીએ તો 31 ઓગસ્ટ ના રોજ 19 મોત હતા,1 સપ્ટેમ્બરના રોજ 17 મોત હતા, 2 સપ્ટેમ્બરના રોજ 32 મોત હતા,3 સપ્ટેમ્બરના રોજ 27 મોત હતા. રાજકોટ શહેરમાં કોરોના ના કારણે સ્થિતિ ઘણી વિકટ અને ચિંતાજનક બની રહી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 76 લોકોના મૃત્યુ થતાં સમગ્ર શહેરમાં કકળાટ મચી ગયો છે. છેલ્લા પાંચ દિવસથી દર એક કલાકે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે કચરા પેટી અને ભંગાર ની લારી ની બાજુમાં મૃતદેહ ની લાઈન લાગી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment