મોરબીમાં બનેલી દુર્ઘટનામાં આ માસુમ દીકરીનું બધું છીનવાઈ ગયું, પિતા અને બંને ભાઈઓનું મૃત્યુ થતાં દીકરી ઘરમાં એકલી વધી…દીકરીએ રડતા રડતા એવું કહ્યું કે…

મિત્રો મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જ નહિ પરંતુ દેશની જનતાને હચમચાવી દીધી હતી. 30 ઓક્ટોબરનો દિવસ એટલે કે રવિવારનો દિવસ મોરબી માટે કાળનો દિવસ બની ગયો હતો. રવિવારના દિવસે મોરબીમાં આવેલા ઝૂલતા પુલ ઉપર સેકડો લોકો ફરવા માટે આવ્યા હતા. લોકો ટિકિટ લઈને ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા.

પરંતુ તે લોકોને ક્યાં ખબર હશે કે તેમની ઝુલતા પુલની ટિકિટ એમના મૃત્યુની ટિકિટ બની જશે. મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનક જ તૂટી પડતા સેકડો લોકો એક સાથે મચ્છુ નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકોનો આબાદ બચાવ થયો હતો. મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.

ત્યારે આજે આપણે એક એવા પરિવારની વાત કરવાના છીએ જેની પરિસ્થિતિ જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મોરબીમાં બનેલી દુર્ઘટના એ એક દીકરીનું આખું જીવન બદલી નાખ્યું છે. આ દુર્ઘટનાના કારણે દીકરીના જીવનમાં એવી મોટી ખોટ પડી છે કે તે ખોટ કોઈ પણ પૂરી કરી શકશે નહીં. રવિવારનો દિવસ મોરબી માટે કાર્ડ બની ગયું હતું અને માત્ર સેકન્ડોમાં જ અનેક પરિવારો ઉજડી ગયા હતા.

માસુમ દિકરી વિશે વાત કરીએ તો, મોરબીમાં બનેલી દુર્ઘટના કારણે દીકરી એ પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો છે. દીકરીએ આ ઘટનામાં પોતાના પિતા અને બે ભાઈઓને ગુમાવ્યા છે. હવે દીકરી ઘરમાં એકલી વધી છે. આ દીકરીનું નામ વંદના છે. તમને જણાવી દઈએ કે 2013માં વંદનાએ પોતાની માતાને ગુમાવી હતી.

અને અત્યારે થોડાક દિવસો પહેલા મોરબીમાં બનેલી દુર્ઘટનામાં વંદના એ પોતાના પિતા અને બે ભાઈઓ અને ગુમાવ્યા છે. પિતા અને બે ભાઈઓના સહારે દીકરી પોતાનું જીવન જીવી રહી હતી. હવે દીકરી ઘરમાં એકલી વધી છે. દીકરીને લાડ લડાવનાર પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા અને બહેનની રક્ષા કરનાર બંને ભાઈઓ પણ મોરબીમાં બનેલી દુર્ઘટનામાં ચાલ્યા ગયા છે.

ઘટના બની તે દિવસે વંદના ઘરે એકલી હતી અને તેના પિતા અને બંને ભાઈઓ ઝુલતો પુલ જોવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ પુલ તૂટી પડ્યો હતો અને પિતા સહિત બંને ભાઈઓ મચ્છુ નદીમાં ખાબકીયા હતા અને ત્રણેયના આ ઘટનામાં મોત થયા હતા. જ્યારે દીકરીને ખબર પડી કે આ ઘટનામાં તેના પિતા અને બંને ભાઈનું મૃત્યુ થયું છે.

ત્યારે દીકરી ચોધાર આંસુએ રડી પડી હતી. આજે હવે પરિવારમાં દીકરી એકલી વધી છે. દીકરીએ રડતા રડતા પોતાની આપવીતી જણાવી કે, સરકાર સહાય કરશે પણ મારા સ્વજનો પાછા થોડા લાવી શકશે. હું એકલી કઈ રીતે મારું જીવન જીવીશ તેવું કહીને દીકરી ખૂબ જ રડી પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*