દેશમાં કોરોનાની મહામારી ની વચ્ચે લોકો કોરોનાની મહામારી ને કોઈ ચેતવણી ધ્યાનમાં ન લેતા. તેના કારણે સરકાર દ્વારા માસ્કનો દંડ સૌપ્રથમ 300 રૂપિયા કરવામાં આવ્યો હતો. તો પણ લોકો માસ્ક ન પેહરતા હતા તેના કારણે સરકારે કડક વલણ અપનાવતા હતા અને માસ્કનો દંડ એક હજાર રૂપિયા કરી દીધો હતો.
તેના કારણે લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કર્યો તેથી હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જેથી માસ્કના દંડ ઘટાડવાની ચર્ચાએ જોર પકડી છે.
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે અને તેના કારણે ગુજરાત સરકારે કોરોના ના કેટલાક પ્રતિબંધ પર જનતાને છૂટ આપી છે.
અને ધીમે ધીમે રાજ્યમાં અનલૉકની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશથી જે લોકો માસ્ક નહીં તેની પાસેથી 1000 રૂપિયા દંડ ઉઘરાવવાનો નિર્ણય કર્યો હતો.
પરંતુ હવે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્ક નો દંડ ઘટાડીને 500 રૂપિયા કરવા માટે હાઇકોર્ટ સમક્ષ નામદાર રજૂઆત કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment