ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વિસ્તારમાં ખાબકશે વરસાદ…

Published on: 11:52 am, Tue, 22 June 21

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ સારો વરસાદ પડી શકે તેવી આગાહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી અને અમદાવાદ વાસીઓને વરસાદના કારણે ગરમીમાંથી રાહત મળશે.

તેમજ આજે ગાંધીનગર, મહેસાણા અને પાટણ માં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી શકે છે. ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલ અને મહિસાગર મા વરસાદી માહોલ રહેશે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારથી રાજયમાં વરસાદનું પ્રમાણ ઓછું થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

તેમજ ભાવનગર, અમરેલી અને દ્વારકામાં હળવદ પડતા વરસાદની આગાહી છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન સારા વરસાદ સાથે થયું છે તે માટે ખેડૂતોને પણ ખૂબ જ રાહત મળી છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાના અંતમાં કચ્છ સિવાય તમામ વિસ્તારોમાં ચોમાસું બેસી જશે. આ ઉપરાંત માછીમારોને દરિયો ખેડવાની ના પાડી છે કારણકે દરિયાકિનારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વિસ્તારમાં ખાબકશે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*