અમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષાએ ધોરણ 12ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક – હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિધાર્થીનું કરૂણ મૃત્યુ…

ગઈકાલે રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. ત્યારે અમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષા દરમિયાન બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. બોર્ડની ચાલુ પરીક્ષા દરમિયાન ધોરણ 12 ના વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર દરમિયાન વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ થયું હતું. આ દુઃખદાયક ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. પરિવારે 17 વર્ષનું દીકરો ગુમાવ્યો છે. પરિવારમાં માતમ છવાઇ ગયો છે. માતા-પિતાના આંસુ સુકાતા નથી. મળતી માહિતી અનુસાર ગઈકાલે રખીયાલમાં આવેલી શેઠ સી.એલ. સ્કૂલમાં ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી.

ત્યારે બોર્ડની પરીક્ષા આપી રહેલા 17 વર્ષના અમાન આરીફ શેખને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ અમાનને સારવાર માટે તાત્કાલિક શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન અમાનનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ અમાન જ્યારે એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો.

ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો અને તેની ઉલટી થવા લાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને શેઠ સી એલ સ્કૂલ પ્રિન્સિપાલે જણાવ્યું કે, જ્યારે વિદ્યાર્થી આવ્યો ત્યારે તેની તબિયત સારી હતી.

પરીક્ષાખંડમાં આવ્યા બાદ તે થોડીક વાર પછી ઉલ્ટી કરવા માટે બહાર જાય છે અને ત્યારબાદ આવીને પાછો બેસી જાય છે. ત્યારબાદ તે 4.30 વાગે પાછો નીચે આવે છે. ત્યારબાદ અમે એમ્બ્યુલન્સ બોલાવીને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા તેમને જણાવ્યું કે, મને આ ઘટનાની જાણ થતાં, હું તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીને પહેલેથી એક જ કિડની હતી તથા પણ વિદ્યાર્થીની તબિયત સારી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*