હાલમાં બનેલી એક રૂવાડા બેઠા કરી દેનારી અકસ્માતની(accident) ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઈકો કાર ચાલકની બેદરકારીના કારણે ત્રણ વર્ષના માસુમ બાળકનો જીવ જોખમમાં મુકાયો છે. ઇકો ચાલકે ઘરની બહાર રમી રહેલા ત્રણ વર્ષના માસુમ બાળકને અડફેટેમાં લીધો હતો.
આ અકસ્માતની ઘટનામાં માસુમ બાળક ટાયરની નીચે આવી જતા તેના લીવરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત બાળકના આંતરડા પર પણ સોજો આવી ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇકો ચાલક ઘટના સ્થળેથી પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
અકસ્માત બન્યા બાદ બાળકના પરિવારના લોકો બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં બાળકને સારવાર ચાલુ છે અને તે વેન્ટિલેટર ઉપર છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના શુક્રવારના રોજ સવારના સમયે જયપુરમાં(Jaipur) બની હતી.
વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના શુક્રવારના રોજ 8.12 વાગ્યાની આસપાસ સોડાલા વિસ્તારના રામનગરમાં બની હતી. ગીરુ સિંહ રાઠોડ નામના વ્યક્તિનો ત્રણ વર્ષનો દીકરો ઘરની બહાર સવારના સમયે રમી રહ્યો હતો. આ દરમિયાન બાળક રમતા રમતા રોડ ક્રોસ કરી રહ્યો હતો.
આ સમયે ત્યાંથી પસાર થતી ઇકો કારે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. ઇકો કાર ચાલક ત્રણ વર્ષના માસુમ બાળકને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા જ બાળકના પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ત્યાર પછી તેઓ દીકરાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
સવાર સવારમાં ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ઈકો કાર ચાલકે કચડી નાખ્યો, પછી તો બાળકની એવી હાલત થઈ ગઈ કે… વીડિયો જોઈને ટાંટિયા ધ્રૂજવા લાગશે… pic.twitter.com/JxixWAkoig
— GUJJU ROCKZ (@gujju_rockz) May 8, 2023
હાલમાં બાળકની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી એફઆઇઆર નોંધાવી છે. પોલીસે એફઆઇઆરના આધારે ઇકો ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment