કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને આપશે મોટી ભેટ, જાણો વિગતે.

કેવડીયામાં હાલ ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં નવા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ મામલે સોથી મોટા સમાચાર સામે આવ્યા છે.આવતીકાલે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આવનાર છે.ત્યારે તેઓ ગુજરાત ને મોટી ભેટ આપનાર છે.પીએમ મોદી દ્વારા આવતીકાલે કેવડીયા માં નવા પ્રોજેક્ટ્સ ની શરૂઆત કરાવવામાં આવનાર છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કેવડીયા માં નવા પ્રોજેક્ટ ની શરૂઆત કરાવશે. જેમાં પીએમ મોદી એરપોર્ટ અને અંદર વોટર હોટેલ નું ભૂમિપૂજન કરી શકે છે તો બીજી તરફ,કેવડીયા ને એરપોર્ટ પણ મળવાનું છે.

અધતન એરપોર્ટ થી કેવડીયાની કનેક્ટીવીટી વધશે તો સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા અંદર વોટર હોટલ નું નવું નજરાણું મળશે.આ સાથે કેવડીયા વર્લ્ડ બેસ્ટ ડેસ્તીનેશન બનશે.હાલ કેવડીયા ની ટેન્ટ સિટી 2 ખાતે આર્મી, નેવી, એરફ્રોસ ની ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી રહી છે.

4 માર્ચથી કેવડીયા ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સ નો પારંભ થયો છે ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી આર્મી,નેવી,એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ હાજરી આપવામાં આવશે.આવતીકાલે પૂર્ણાહુતિ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિતિ રહેશે અને તેઓ આ પ્રસંગે સબોંધન પણ કરવાના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*