ગુજરાતમાં મહામારી વચ્ચે ઘણા લોકોને ઇન્જેક્શન ની કાળાબજારી શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત સરકારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાતમાં મહામારીની કહેર ચાલી રહી છે ત્યારે રાજ્યમાં અત્યારે ઘણા મહામારીના મહાપાપીઓ ફૂટી નીકળ્યા છે.
લોકોના જીવ સાથે રમત રમીને પૈસા છાપતા લોકો પકડાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને રાજયના પોલીસ વડાએ આ મુદ્દે આજે મોટું નિવેદન આપ્યું છે.
નોંધનીય છે કે અમદાવાદના મોહમ્મદ આસિફ અને રમેશ કાદારી નામક આરોપીઓના ઘરમાંથી 1100 ઇન્જેક્શન મળી આવ્યા છે અને તેમને સુરત ના રહેવાસી કૌશલ વોરા પાસેથી લીધેલ છે. આરોપ છે કે તેમણે 60 હજાર ઇન્જેક્શન વેચવા નું પ્લાનિંગ કર્યું હતું.
ત્યારે ગુજરાત પોલીસે 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજ્યમાં આવા કાળા બજારી કરનારા લોકોને સબક શીખવાડવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પાસા કાયદા હેઠળ કાળાબજારિયાઓ ની ધરપકડ કરવામાં આવશે.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે વિકૃત લોકો ઇન્જેક્શન ની કાળાબજારી કરી રહ્યા છે. તેઓ ને છોડવામાં નહીં આવે.
અને આ સિવાય પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ સહિતની ઘણી બધી કલમો લગાડવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રદિપસિંહ કહ્યું કે મોતના સોદાગરની સાન ઠેકાણે લાવવા માટે રાજ્ય સરકાર પુરી કડકાઈ કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment