ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કોરોના એ ફરીથી ઉથલો માર્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ ફરી એકવાર કોરોના ની ઝપેટ માં આવી રહ્યા છે.રાજ્ય સરકાર ના મંત્રી ઈશ્વર પટેલ કોરોના સંક્રમિત થયા છે.
લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.છેલ્લા થોડા દિવસોથી વિધાનસભા ગૃહ માં પણ હાજર રહેતા હતા.નોંધનીય છે કે,રાજ્ય મંત્રમંડળના સ્ટાફ માં કોરોના સંક્રમણ વધ્યું છે.
રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં 4 કર્મચારી અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.વિધાનસભામાં પુરુષોત્તમ સોલંકીની ચેમ્બર માં એક પણ સ્ટાફ હજાર નહિ.
આ જ રીતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના સ્ટાફના પણ એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે.આ અગાઉ વિધાનસભાના સત્ર દરમિયાન હાજર રહેતા.
દસ્કોઈ માં ધારાસભ્ય બાબુ જમના પટેલ નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.દસ્કોઇ ના ધારાસભ્ય બાબુ જમના પટેલ ને કોરોના નો શંકાસ્પદ લક્ષણો જણાતા.તેમને કોવિદ 19 નો રિપોર્ટ કરાવ્યો હતો.
તેમને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોરોના નો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા બાબુ જમના ને હોસ્પિટલ સારવાર માટે એડમીટ કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment