કેન્દ્ર ની મોદી સરકારની આ યોજના માં દર મહિને ઘરે બેઠા મેળવો 3000 રૂપિયાનું પેન્શન, જાણો.

અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તેઓ ઈચ્છા તો તેઓ દર મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા પેન્શન મેળવી શકે છે અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2019 માં વડાપ્રધાન શ્રમયોગી માવધન યોજના શરૂ કરી છે.

આ યોજના અંતર્ગત ઘરઘાટી, ડ્રાઇવર, પ્લમ્બર, મોચી, દરજી, રિક્ષાચાલક, ધોબી અને ખેત મજૂરો પણ તેનો લાભ લઈ શકશે. અંતર્ગત આવા લોકોને 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી દર મહિને ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા મળશે.

જો પેલા પરથી પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે તો તેનું 50% પેન્શન તેમના જીવનસાથીને પેન્શન તરીકે આપવામાં આવશે.પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટેની ઉંમર 18 વર્ષ થી 40 વર્ષ ની હોવી જોઈએ.

અને આ યોજના એક્ટર ફક્ત બે જ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે જેની પાસે માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે. જો કાર્યકર પહેલાથી જ કેન્દ્ર સરકાર દ્વારા સહાય પેન્શન યોજનાનો સભ્ય હોય.

તો તે માન ધન યોજના માટે પાત્ર રહેશે નહીં. આ યોજના રજીસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, માન્ય મોબાઈલ નંબર અને ifsc સાથે સેવિંગ અથવા જન ધન ખાતુ હોવું જરૂરી છે.એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ની વેબસાઈટ પર વ્યક્તિએ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે.

ઉપર જણાવેલ દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલશો નહીં અને ખાતરી કરો કે બચત ખાતાની પાસબુક પર ifsc કોડ છાપવામાં આવ્યો છે. સી.એસ.સી દ્વારા નોંધણી કરાવી શકાય છે અને આ ઉપરાંત જીવન વીમા નિગમ.

રાજ્ય કર્મચારી વીમા નિગમ, ઇપીએફઓ અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારની લેબર ઓફિસ ની શાખાની મુલાકાત લઈને અરજી કરી શકાય છે.સભ્યની ઉમર જેટલી નાની હશે તેટલું આ યોજનામાં ઓછું યોગદાન રહેશે.

જો કોઈ અઢાર વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે તો તેને દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. આવી જ રીતે કોઈ 29 વર્ષની વયે જોડાય છે તો તેને સો રૂપિયા અને 40 વર્ષથી નીચે હોય.

તો 200 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ 60 વર્ષની વય સુધી જમા કરાવવાની રહેશે જેથી પ્રીમિયમની રકમ જમા કરાવવામાં આવે છે તેટલી જ રકમ સરકાર દ્વારા સભ્યના નામે જમા કરાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*