કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન અને કોંગ્રેસના સંયુક્ત સચિવ, ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના રાષ્ટ્રીય પ્રભારી રુચિ ગુપ્તા એ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી સહિતના ઘણા મહત્વના મુદ્દાઓ પર મોટી બેઠકો યોજી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુપ્તા રાહુલ ગાંધીની નજીકની વ્યક્તિ માનવામાં આવી રહી છે. વોટ્સ એપ પરથી મોકલેલા રાજીનામાના પત્રમાં ગુપ્તાએ સંગઠનાત્મક ફેરફારમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે.
રુચિ ગુપ્તા ના રાજીનામાંથી કોંગ્રેસના અભિયાનને આંચકો લાગ્યો છે.સોનિયા ગાંધીના રાજકીય નેતાઓને મળીને પાર્ટીમાં આંતરિક મતભેદો દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે.એક સમયે પક્ષની અંદર સંસ્થાકીય ચૂંટણી અંગે ચર્ચાઓ થઈ રહી છે. પદ છોડતા પહેલા રુચિ એ ધ હિન્દુ માં એક લેખ લખ્યો હતો.
અને જેમાં તેમણે લખ્યું કે, કોંગ્રેસ પક્ષના સંગઠનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરે,જમીની સ્તર સાથેના જોડાણ અને ઉપરથી નીચે સુધી મજબૂત નેતૃત્વ સ્થાપિત કરે.
એમને વધારે માં લખ્યું છે કે માત્ર રાહુલ ગાંધી જ કોંગ્રેસ નું સંચાલન કરી શકે અને તેનું નેતૃત્વ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment