ગુજરાતમાં કોરોના ની વકરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલેજોમાં શિક્ષણ બંધ કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.30 એપ્રિલ સુધી કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે. આગામી 30 એપ્રિલ સુધી તમામ સરકારી અને ખાનગી કોલેજો બંધ રાખવાનો નિર્ણય હાલ પૂરતો કરવામાં આવ્યો છે.
પરિસ્થિતિ અનુસાર આગામી દિવસોમાં નવો નિર્ણય સામે આવી શકે છે. રાજ્યમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય સરકારે પહેલા જ આપી દીધો હતો.
ગુજરાતમાં શાળાઓને બંધ કરવાના આદેશ કરાઇ ચૂક્યા છે. કોરોના ના વધતા કેસના કારણે ધો 1 થી 9 સુધીના શાળાઓ બંધ કરવાના આદેશ કોર કમિટી દ્વારા કરાયો હતો.
જો કે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રખાશે અને હાલ પૂરતું ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. ગુજરાતમાં બાળકો માં કોરોના કેસ જોવા મળી રહ્યા છે.
જોખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના નિર્ણય અનુસાર રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરાયો છે.
સોમવાર પાંચમી એપ્રિલ થી શાળા કાર્ય બંધ થયું છે. અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને સૂચનાનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના વિદ્યાર્થીઓને વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment