અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન : દિલ્હીમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે લોકડાઉન ને લઈને મોટા સમાચાર.

232

કેજરીવાલે કહ્યુ કે દિલ્હી સરકાર લોકડાઉન લગાવવા નથી માંગતી. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ છે. ગત 24 કલાકમાં કોરોના ના 10 હજાર થી પણ વધારે કેસ સામે આવ્યા છે. સરકારની સાથે લોકો પણ ચિંતામાં ઘેરાયા છે.

સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ લોકડાઉન નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.કોરોના ને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોના ની ખતરનાક લહેર ચાલી રહી છે.

દિલ્હી સરકાર લોકડાઉન લગાવવા નથી મળતી પરંતુ કાલે મજબૂરીમાં કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ગત 24 કલાકમાં 10732 કેસ સામે આવ્યા છે.

ત્યારે અરવિંદ કેજરીવાલે લોકોને વિનંતી કરી છે કે બહુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો.કેજરીવાલે કહ્યું કે હું લોકડાઉન ના પક્ષમાં નથી.

કોઈપણ સરકારે લોકડાઉન ક્યારે લગાવવું જોઈએ જ્યારે હોસ્પિટલની વ્યવસ્થાને કોલેપસ થઈ જાય. તમારો સહયોગ જોઈએ અને જો દિલ્હીમાં હોસ્પિટલ ઓછા પડી જાય તો બની શકે કે દિલ્હીમાં લોકડાઉન લગાવવું પડે.

અમે કેન્દ્ર ને અનેક વાર કહ્યું કે જે રસીકરણ પર પ્રતિબંધ લગાવી રાખ્યા છે તે હટાવી દયો. અમે ત્રણ મહિના ની અંદર તમામ દિલ્હીવાસીઓને રસી લગાવી દેશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!