રાજ્યમાં પેટા ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પક્ષ પલટુ ધારાસભ્યોને લઈને ભાજપ પર ખરીદ-વેચાણના આક્ષેપો કરી રહ્યા છે. બીજી તરફ રાજપ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરી રહ્યું છે પરંતુ આક્ષેપ-પ્રતિઆક્ષેપ માં દોરવામાં મુશ્કેલી પ્રજાને છે કારણકે, ધારાસભ્યોના પક્ષ બદલવાના કારણે પેટા ચૂંટણી નું નિર્માણ થયું છે. પેટાચૂંટણી જનતાના પૈસા થતી હોવાના કારણે કરોડો રૂપિયાના વિકાસનાં કામોમાં નહીં પરંતુ પેટાચૂંટણી પાછળ વપરાય છે. ભાજપે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ કર્યા છે.
પ્રશાંત વાળા હાર્દિક પટેલ ઉપર આક્ષેપો કરતાં જણાવ્યું કે,કોંગ્રેસને દેશભક્તિ સાથે કોઈ લેવાદેવા નથી અને જય સરદારના નારા લગાવનારા યુવાનોને કોંગ્રેસે છેતર્યા છે. કોંગ્રેસે સરદાર પટેલના નિધન થયા પછી તેમણે ક્યારેય પણ સન્માન આપ્યું નથી. મોપેડ લઇને ફરનારા હાર્દિક આજે કરોડો માં રમી રહ્યા છે. તેનો હિસાબ આપો જનતા માગે છે.
એટલે એક પછી એક ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે અને આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં હજુ પણ મોટા ભંગાણ નક્કી છે.
હું ફરી એક વખત કોંગ્રેસના ભાડૂતી કાર્યકરને ચેતવણી આપું છું કે, ભાજપ અંગે કોઇ નિવેદન ન આપે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment