રોડની વચ્ચે આખલો આવી જતા બુલેટ લઈને વતન જઈ રહેલા આર્મી જવાનને રસ્તામાં નડ્યો અકસ્માત, આર્મી જવાનોનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો…

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે કડીમાં હવે બનાસકાંઠામાં રખડતા ઢોરના કારણે એક આર્મી જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં આર્મી જવાનનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના બન્યા બાદ લોકો ભારે રોષે ભરાયા હતા અને રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ આપવાની માંગ ઉઠાવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો આર્મી જવાન આસામ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર એ ગાંધીનગર આવ્યો હતો અને ત્યાંથી બુલેટ લઈને પોતાના વતન તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રાત્રે રસ્તામાં અચાનક એક આખલો રોડની વચ્ચે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં આર્મી જવાન પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના કાંકરેજના અરકુંવાડા પાસે બની હતી. અહીં દિયોદરના વાડિયા ગામના આર્મી જવાન અરમરભાઈ માળી પોતાનું બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક આખલો વચ્ચે આવી જતા તેઓ રોડ પર નીચે પડ્યા હતા.

આ ઘટનામાં અમરતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મળતી માહિતી અનુસાર અમરતભાઈ આસામ ખાતે આર્મીમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અમરતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. અમરતભાઈના મૃત્યુના કારણે સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો હતો. અમરતભાઈનું મૃત્યુ થતાં જ પરિવારની ખુશી માં ફેરવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*