મિત્રો તમે સોશિયલ મીડિયામાં રખડતા ઢોરના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી એવી ઘટનાઓ પણ સાંભળી છે જેમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હશે અને ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હશે. ત્યારે જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મીટીંગ ચાલી રહી હતી.
આ દરમિયાન આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદગાડું ઘૂસી આવ્યું હતું. જેના કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીની મિટિંગમાં માઇક ચાલુ થતા જ બળદ ભડકી ગયા હતા. જેના કારણે બળદ મિટિંગમાં ખુશી આવ્યા હતા.
આ ઘટના બની ત્યારે બળદગાડા ઉપર છ થી સાત લોકો બેઠા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ 15 જેટલી ખુરશીઓ તૂટી ગઈ છે. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર ઊભેલા એક વ્યક્તિએ સમગ્ર ઘટનાના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા.
હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઘટના બની ત્યારે બળદગાડામાં પશુઓ માટેનો ઘાસચારો અને 6 થી 7 લોકો બેઠા હતા. આમ આદમી પાર્ટીની મીટીંગ ચાલી રહી હતી ત્યારે અચાનક જ આમ આદમી પાર્ટીના મિટિંગમાં માઇક શરૂ કરવામાં આવ્યું હતું.
માઈક શરૂ થતા જ બળદ ભડકી ગયા હતા. જેના કારણે બળદ મિટિંગમાં ઘૂસી ગયા હતા અને આ ઘટના બનતા ત્યાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ 15 જેટલી ખુરશીઓ તૂટી ગઈ છે.
આમ આદમી પાર્ટીની મિટિંગમાં માઇક ચાલુ થતા જ બળદ ભડક્યા… ત્યારબાદ મિટિંગની કરી નાખી એવી હાલત કે…જુઓ વિડિયો pic.twitter.com/JrcO7qVT3A
— GUJJU ROCKZ (@gujju_rockz) August 30, 2022
તાજેતરમાં જ અમદાવાદના એસજી હાઇવે પર ઝાયડસ બ્રિજ પર અચાનક ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રક ઘટના સ્થળે પલટી ખાઈ ગયો હતો. રખડતા ઢોરનો ત્રાસ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે વધી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment