મિત્રો આજકાલ જીવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. ચા બનાવવાની અને વાસણ ધોવાની બાબતમાં એક મિત્રએ બીજા મિત્રને નો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
માહિતી અનુસાર આ ઘટના જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં 23 જૂનના રોજ બની હતી. પરંતુ શનિવારના રોજ આ ઘટનાના વીડિયો સામે આવ્યા હતા. મૃત્યુ પામેલા યુવકનું નામ મોહન તંવર હતું. મોહન છેલ્લા ચાર વર્ષથી વિશ્વકર્મા વિસ્તારમાં શ્યામ કોલોનીમાં શ્રી શ્યામ ટ્રેડર્સ નામની ગેસ ફેક્ટરીમાં કામ કરતો હતો.
તેની સાથે ફેક્ટરીમાં 20 વરસનો લખન કુમાર પણ કામ કરતો. ગુરૂવારના રોજ મોહન અને લખન કામ કરી રહ્યા હતા. લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ બંને મિત્રોમાં ચા બનાવવા અને વાસણ ધોવાની બાબતમાં ઝઘડો થઈ જાય છે. ઝઘડો થયા બાદ બંનેએ એકબીજાની ધુલાઈ કરી હતી.
બળદેવ માહિતી અનુસાર ઝઘડો એટલો વધી ગયો કે લખને મોહનને જમીન પર પછાડ્યો હતો. માથાકૂટ દરમિયાન ફેક્ટરીમાં કામ કરનાર મોહનભાઈનો ભાઈ કાલુરામ પણ તેમને છોડાવવાના પ્રયત્ન કરતો હતો. આ ઘટનામાં મોહન અચાનક જ બેભાન થઈને જમીન પર પડી ગયો હતો.
ત્યારબાદ ફેક્ટરીમાં કામ કરનાર લોકોએ મોહને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ચા બનાવવાની અને વાસણ ધોવાની બાબતમાં, એક મિત્રએ બીજા મિત્રનો જીવ લઇ લીધો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/9eXih9m7Cz
— GUJJU ROCKZ (@gujju_rockz) June 26, 2022
સમગ્ર ઘટનાને લઈને પોલીસે લખન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી લખન કુમારની ધરપકડ કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment