આ માજીએ રેલવેમાં મજૂરી કરતી વખતે પોતાનો પગ ગુમાવ્યો, દિવસ-રાત એક કરીને બાળકોને મોટા કર્યા, હવે માજીથી કામ થઈ શકે તેમ નથી, ત્યારે એક યુવકે કરી એવી મદદ કે…

Published on: 1:38 pm, Sun, 26 June 22

આજના યુગમાં જીવન જીવવા માટે બધા જ લોકોને કામ કરવું પડતું હોય છે, ત્યારે ઘણીવાર તો એવી ઘટનાઓ બની જતી હોય છે કે જેનાથી આખું જીવન બદલાઈ જતું હોય છે.આજે આપણે એક મહિલાના જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે સાંભળીને તમે પણ ભાવુક થઈ ઉઠશો. વાત જાણે એમ છે કે હાલ મણીબેન અમદાવાદના રહેવાસી છેજેઓ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

બધા જ લોકોનું જીવન સરખું નથી હોતુ તો કોઈક લોકોનું જીવન સુખમાંથી પસાર થઇ જાય છે, તો કોઈક લોકોને પોતાના જીવનમાં સુખ નામની વસ્તુ આવતી નથી. એવામાં આ મણીબેન પોતાનુ જીવન ખૂબ જ તકલીફમાં વિતાવી રહ્યા છે.તેઓ રેલવેમાં મજૂરી કામ કરે છે.

પરંતુ તેમને અમુક એવી ઈજાઓ પહોંચતા તેઓએ કામ પણ કરી શકતા નથી અને ઘરની બધી જવાબદારી તેમના પર હોવાથી ખૂબ જ તકલીફમાં આવી ગયા છે. વિસ્તૃતમાં જણાવીશ તો મણીબેનના પતિનું મૃત્યુ થઈ ગયા પછી તેઓ પર ઘરની બધી જવાબદારી આવી ગઈ હતી. તેથી તેઓ દિવસ-રાત એક કરી ને કાળી મજૂરી કરીને પોતાના બાળકોને મોટા કર્યા.

આજે તેમનું ઘર ખૂબ જ નાનું એવું એટલે કે એક નાની રુમમાં પોતાના બાળકો સાથે રહે છે અને કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. મણીબેનની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ છે તેમને ખાવાપીવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે ઘણા યુવકો આ મણીબેનની આર્થિક સ્થિતિ જોઈને તેમની મદદ માટે દોડી આવ્યા છે અને એ પરિવાર સારી રીતે બે ટાઈમ જમી શકે તે માટે યુવકોએ કરિયાણાની મદદ કરી છે અને પુણ્ય નું કામ કર્યું છે.

તેમનું કહેવું છે કે આજ દિન સુધી અમારી કોઈપણ જાતની મદદ કોઇએ કરી નહોતી અને તમે જાણે દેવદૂત બનીને આવ્યા હોય તે રીતે યુવકોને મળીને આભાર માન્યો. હાલ તો આ મણીબેન પોતાના બાળકો સાથે અમદાવાદમાં રહે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે રાત દિવસ મહેનત કરે છે.

આ યુવકો દ્વારા મણીબેનની મદદ કરવામાં આવી અને મણીબેન ને ખાવા માટેની બધી જ સગવડ કરી આપી. ત્યારે આજના યુગમાં પણ એવા યુવકો છે કે જેઓ પોતાના વિશે તો વિચારે જ છે પરંતુ આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓની નાની એવી મદદ કરીને સમાજમાં માનવતા મહેકાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ માજીએ રેલવેમાં મજૂરી કરતી વખતે પોતાનો પગ ગુમાવ્યો, દિવસ-રાત એક કરીને બાળકોને મોટા કર્યા, હવે માજીથી કામ થઈ શકે તેમ નથી, ત્યારે એક યુવકે કરી એવી મદદ કે…"

Leave a comment

Your email address will not be published.


*