અત્યારે લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. આવો જ એક વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે, સુરતમાં રિલ્સની ઘેલછામાં એક યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યા નો વિડીયો વાયરલ થયો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી રિલ્સ બનાવતા યુવાનોના વિડીયો સામે આવતા હોય છે. અત્યારે જ એક વિડીયો વાયરલ થયો છે તેમાં યુવકને જાણે પોતાના પરિવારની પણ ચિંતા ન હોય તેમ જોખમી રીતે 30 ફૂટ ઊંચી અને એક ફૂટ પહોળી ઓવરબ્રિજની પાળી પર ચાલતો નજરે પડે છે.
આ યુવક નો વિડીયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે. સુરત શહેર બ્રિજ સીટી તરીકે ઓળખાય છે, શહેરના અલગ અલગ તમામ ઝોનમાં અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ ઉપર યુવકો ફોટો પાડતા અને વિડીયો ઉતારતા જોવા મળે છે. પરંતુ આજે જે વિડિયો સામે આવ્યો છે તે પાંડેસરા વિસ્તારનો છે જેમાં એક યુવક ઓવરબ્રિજની પાળી ઉપર ચાલતો હોવાનો વિડીયો બનાવી રહ્યો છે.
અંદાજે રોડથી 25 થી 30 ફૂટ ઊંચાઈ ઉપર માત્ર એક ફૂટ જેટલી પહોળી પાળી ઉપર ચાલતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે યુવાને રેડ કલરનું ટીશર્ટ પહેર્યું છે અને તે વ્યક્તિ બ્રિજની પાળી પર ચડે છે. ત્યારબાદ યુવક સાંકડી પાળી પર કોઈ પણ પ્રકારના આધાર વગર ચાલવા લાગે છે. બ્રિજ પર રહેલા બે યુવક તેને નીચે ઉતરી જવાનું કહેતા હોય છે તેવું જણાય છે.
પરંતુ યુવક પાળી પર ચાલ્યો જ જાય છે આ યુવક બ્રિજની પાળી પર 20 ફૂટ જેટલું ચાલ્યો હતો અને ત્યારબાદ નીચે ઉતરી ગયો હતો. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના પી.આઇ એન.કે. કમલિયાએ જણાવ્યું હતું કે આ વિડિયો પાંડેસરા ના પિયુષ પોઇન્ટનો વિસ્તાર છે. કોઈ યુવક બ્રિજ ઉપર ચાલી રહ્યો હોવાનું જણાય આવ્યું છે, આ યુવક કોણ છે તેની તપાસ કરવા માટે અમારી ટીમ પહોંચી છે.
શહેરમાં જ્યારે પણ આવા રિલ્સ બનાવતા વિડીયો સામે આવ્યા હોય ત્યારે પોલીસ તેમને શોધીને તેમની સામે કાર્યવાહી પણ કરે છે. છતાં પણ યુવકો પોતાના જીવના જોખમે આ પ્રકારના વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર મુકતા હોય છે. થોડા દિવસ અગાઉ એક કોમર્શિયલ પ્લાઝા ઉપર બે યુવકો ચડી ગયા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા.
તેમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ યુવકો બ્રિજ ઉપર ચડીને વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં પણ કેવી રીતે વિડીયો શુટીંગ કરી રહ્યા હતા તે પણ જાણવા જેવો વિષય છે. યુવકોએ વિડીયો ઉતારવા માટે બ્રિજ ઉપર જ વાહન પાર્ક કરી દીધા હતા કે ચાલતા ચાલતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ? યુવકોએ સમજવું જોઈએ કે આવી રીલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment