શુક્રવારના રોજ મોડી સાંજે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ફટાકડાના કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા વ્યક્તિનું કરુણ મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અનિલ હતું અને તેની ઉંમર 43 વર્ષની હતી. ઘટનાને લઈને અનિલની પત્ની લક્ષ્મીબાઈએ જણાવ્યું કે, મોડી સાંજે તેનો પતિ કુલરની પીન પ્લગમાં ચડાવી રહ્યો હતો.
ત્યારે અચાનક જ તેના પતિને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે ઘટના સ્થળે જ બેહોશ થઈ ગયો હતો. પછી પરિવારના સભ્યોની મદદથી બેહોશ થયેલા અનિલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા અનિલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી સામે આવી રહી છે. અનિલનો મૃત્યુ થતા જ બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અનિલ છેલ્લા કેટલાય વર્ષોથી ફટાકડાના કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો.
તેવામાં અનિલનું દુઃખદ નિધન થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. ત્યાં પોલીસે પંચનામું કર્યું હતું અને પછી અનિલના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું આજ રોજ અનિલના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment