સુરતમાં પાસોદરામાં ફેનીલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઇ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કર્યા બાદ ફેનીલને પોલીસ ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી.
ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને તે તમામ લોકો આરોપી ફેનીલને ધુલાય કરવાના મૂડમાં હતા તેવું લાગી રહ્યું હતું. દીકરી ગ્રીષ્માનો જીવ લીધા બાદ ફેનીલને કોઈ પણ પ્રકારનો અફસોસ ન હતો. ફેનીલ અત્યાર સુધી ખૂબ જ આડો ચાલતો હતો.
આ ઉપરાંત મીડિયામાં ફેનીલના વિરુદ્ધમાં અલગ અલગ શબ્દો સાથે લાઈવ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ બધું જોઈને ફેનીલ ખૂબ જ હેબતાઈ ગયો હતો. હીરોગીરી કરવાના ચક્કરમાં પાટીદાર સમાજ અને શહેરમાં આરોપી ફેનીલને ખબર પડી ગઈ કે તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે.
જ્યારે પ્રથમ વખત આરોપી ફેનીલના આંખમાંથી આંસુ આવી ગયા હતા. ફેનીલના આંખમાં આંસુ જોઇને પોલીસ પણ દંગ થઇ ગઇ હતી. ગ્રીષ્માનો જીવ લીધા બાદ ફેનીલ ના ચહેરા પર કોઇ પ્રકારનો અફસોસ દેખાતો ન હતો અને તે ખૂબ જ બિન્દાસ દેખાતો હતો.
પરંતુ હવે તેને ખબર પડી ગઈ કે તેણે આવેશમાં આવીને ખૂબ જ મોટી ભૂલ કરી નાખી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી ચાલી રહી છે. દીકરી ગ્રીષ્માના પરિવારજનો અને ગુજરાતની જનતાની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા મળે. હવે જોઈએ ક્યારે આરોપ ફેનીલને સજા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment