થોડા મહિનાઓ પહેલા ચાલુ કરેલી ઘર બનાવો મુહિમ ચાલુ કરી હતી અને તેમાં જે લોકોના ઘર આ વાવાઝોડામાં પડી ગયા હતા તે પરિવારને ઘર બનાવી શકે તેટલા પૈસા નથી એવા લોકોની મદદ કરીને દાતારી નું કામ ખજૂરભાઈ કરી રહ્યા છે.
હાલમાં ખજૂરભાઈ લોકોના લાડીલા બની ગયા છે કેમ કે કેટલાય ગરીબ લોકોની માટે મસિહા બનીને મદદ કરી રહ્યા છે. ખજૂરભાઈ હાલમાં એક અપંગ દંપતીઓ જેવો કઈ જ કામ નથી કરી શકતા, તેમના દાદાએ બનાવી આપેલ એક ઘર હતું એ પણ વાવાઝોડામાં પડી ગયું હતું.
આ સાવરકુંડલાના મેરીયાણા ગામ માં રહે છે અને જે વખતે આ દંપતીના ઘર પડી જવાના સમાચાર મળતાની સાથે જ ખજૂરભાઈ તરત જ પોતાની ટીમ સાથે પહોંચીને દંપતીની મદદ કરી હતી.
ખજૂરભાઈ એ ત્યાં જઈને તેમની સાથે વાતચીત કરી અને આ પરિવારમાં પતિ-પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આખા ઘરનું ગુજરાત મોટી દીકરી છૂટક મજૂરી કરીને ચલાવે છે.
આ બધું સાંભળ્યા પછી તરત જ ખજૂર ભાઈ આ નિર્ણય લઈને ઘર નો બધો સામાન ઘરની બહાર કાઢીને JCB બોલાવીને ઘર પડાવી ને તરત જ નવું ઘર બનાવવાનું ચાલુ કરી દીધું હતું.
ખજૂર ભાઈ ઘર બનાવી આપવાનું કહ્યું એટલે તરત જ આ દંપતીઓની આંખોમાં ખુશી દેખાય હતી અને ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment