બે બાઈક વચ્ચે થઈ ટક્કર, પાછળથી આવતા ટ્રકે એક વ્યક્તિને…

Published on: 8:33 pm, Sun, 15 August 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે ત્યારે તેવું જ એક અકસ્માત શનિવારના રોજ યોજાયું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માત કસોલી-પરમાનુ રોડ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બંને બાઇકમાંથી એક બાઈક હિમાચલ અને બીજી બાઈક હરિયાણાની છે.

આ બંને બાઈક વચ્ચે ટક્કર થતાં એક બાઈક માં સવાર 21 વર્ષનો રોહિત રોડ પર નીચે પડી ગયો ત્યારે પાછળથી આવતા એક ટ્રકે રોહિતને અડફેટેમાં લીધો હતો.

મળતી માહિતી મુજબ તેના કારણે રોહિત નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે અને અન્ય બાઈક સવારને અકસ્માતમાં ઈજા પહોંચી હતી તે માટે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ESI હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે સમગ્ ઘટનાની તપાસ કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાઈક વચ્ચે થઈ ટક્કર, પાછળથી આવતા ટ્રકે એક વ્યક્તિને…"

Leave a comment

Your email address will not be published.


*